RudraM-II missile: સુપર કિલર મિસાઈલનું સફળ પરીક્ષણ, જેને રડાર પણ પકડી ન શકે, દુશ્મનોનો કાળ છે રુદ્રમ-2

RudraM-II missile: ચીન અને પાકિસ્તાનને પહોંચી વળવા માટે ભારતે એક એવી મિસાઈલ બનાવી લીધી છે જે રડારમાં પણ પકડી શકાય નહીં. આ પોતાની સાથે 200 કિલો પેલોડ લઈને દુશ્મનોને તબાહ કરી શકે છે. 

ભારતની એર ટુ સરફેસ મિસાઈલ

1/8
image

સ્વદેશી ટેક્નોલોજીથી વિક્સિત રુદ્રમ 2 મિસાઈલ એર ટુ સરફેસ મિસાઈલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલ ફાઈટર જેટથી જમીન પર રહેલા ટાર્ગેટને તબાહ કરવા માટે બનાવવામાં આવી છે. પોતાના પરીક્ષણમાં આ મિસાઈલે સફળતાપૂર્વક લક્ષ્ય ભેદ્યો. 

સુખોઈએ સમુદ્રમાં છોડી રુદ્રમ 2 મિસાઈલ

2/8
image

DRDO એ રુદ્રમ 2 મિસાઈલનું આ પરીક્ષણ ભારતીય વાયુસેનાની સાથે મળીને કર્યું. વાયુસેનાના Su-30 MK-I ફાઈટર જેટે આજે સવારે 11.30 વાગે મિસાઈલને સમુદ્રમાં બનેલા ટાર્ગેટ પર છોડીને નષ્ટ કર્યો. 

અપેક્ષાઓ પર ખરી ઉતરી

3/8
image

DRDO ના જણાવ્યાં મુજબ પોતાના ટેસ્ટમાં રુદ્રમ 2 મિસાઈલ તમામ ઓબ્જેક્ટિવને હાંસલ કરવામાં સફળ રહી. આ દરમિયાન મિસાઈલનું પ્રોપલ્શન સિસ્ટમ, કંટ્રોલ અને ગાઈડન્સે પણ સારું કામ કર્યું. 

નેવીના જહાજોએ રાખી નજર

4/8
image

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ટેસ્ટિંગ દરમિાયન રડાર, ટેલેમેટ્રી સ્ટેશન, અને સેટેલાઈટ દ્વારા તેના માર્ગની નિગરાણી કરાઈ હતી. આ સાથે જ બંગાળની  ખાડીમાં તૈનાત નેવીના જહાજોએ મિસાઈલ ટેસ્ટ પર નજર રાખી. 

ઊંચાઈથી કરાય છે ફાયર

5/8
image

રક્ષા વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ રુદ્રમ 2 મિસાઈલ 200 કિલો સુધીનો પેલોડ એટલે કે વિસ્ફોટકોને લઈ જવામાં સક્ષમ છે. આ મિસાઈલને 3થી 15 કિમીની ઊંચાઈથી છોડવામાં આવી શકે છે. આ મિસાઈલ એર ક્રાફ્ટ હેંગર, બંકર અને હવાઈ પટ્ટીને બરબાદ કરવામાં સક્ષમ છે. 

પોતાના ટાર્ગેટને કરશે તબાહ

6/8
image

રુદ્રમ 2ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું નિશાન અચૂક હોય છે. એટલે કે જો એકવાર તેને ફાયર કરી દીધી તો તે પોતાના ટાર્ગેટને તબાહ કરીને રહે છે. નિશાન અચૂક હોવાના કારણે આજુબાજુની જગ્યાઓને કોઈ નુકસાન થતું નથી. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને પકડી શકાતી નથી. 

ભારત-ચીન વચ્ચે તણાવ

7/8
image

ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020થી પૂર્વ લદાખમાં સૈન્ય તણાવ ચાલે છે. ભારત પર દબાણ બનાવવા માટે ચીને પોતાના કબજાવાળા વિસ્તારમાં ભારે હથિયારો અને સૈનિક જમા કરી રાખ્યા છે. ભારત પણ એટલા જ સૈનિકો અને હથિયારો સાથે જવાબ આપી રહ્યું છે.   

ભારત કેમ કરી રહ્યું છે વિક્સિત?

8/8
image

ડિફેન્સ એક્સપર્ટ્સને આશંકા છે કે ભારતને નબળું જોઈને ચીન ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. આવામાં તેના  દાંત ખાટા કરવા માટે ભારત પણ પોતાના કાફલામાં હથિયારો ભેગા કરી રહ્યું છે. આ મિસાઈલ દ્વારા તે ગમે ત્યારે ચીનના હેંગર, હવાઈપટ્ટી અને છાવણીઓને ઉડાવી શકે છે.