કઈ રીતે થાય છે 'તારક મેહતા' શોનું શૂટિંગ, જાણો ગોકુલધામથી લઈને જેઠાલાલની દુકાનની રસપ્રદ કહાની
Taarak Mehta Shooting Location:'તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ હંમેશા ગોકુલધામ સોસાયટીના સેટ પર થાય છે. આ સેટ મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો છે. અંદરથી આ સેટ ખાલી છે અને તેને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે.
કઈ રીતે થાય છે શૂટિંગ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી બધાની પસંદગીનો શો છે. આ દેશમાં સૌથી લાંબો સમય ચાલનાર કોમેડી શો છે. તેને બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા લોકો જુએ છે. આ શોના પાત્ર જેમ કે દયાબેન, જેઠાલાલ, પોપટલાલ અને ટપ્પૂ સેના તો લોકોના જીવનનો ભાગ બની ગયા છે. ગોકુલધામ સોસાયટીનું નામ તો લગભગ બધાને યાદ છે. શોના ફેન્સ જૂના કલાકારોને ખુબ યાદ કરે છે, પરંતુ શું તમે જાણો છો ત્યાં શૂટિંગ કેવી રીતે થાય છે.
કેવી છે ગોકુલધામ સોસાયટી
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં શૂટિંગમાં હંમેશા ગોકુલધામ સોસાયટી જોવા મળે છે. આ સોસાયટીનો સેટ મુંબઈની ગોરેગાંવની ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો છે. આ સેટ અંદરથી ખાલી છે અને તેને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. એક ભાગમાં ગોકુલધામ સોસાયટીનો બહારનો વિસ્તાર છે અને બીજા ભાગમાં બધાના ફ્લેટ બનાવવામાં આવ્યા છે.
સેટના કમ્પાઉન્ડમાં શૂટ કઈ રીતે થાય છે
ગોકુલધામ સોસાયટીના સેટમાં એક ભાગ કમ્પાઉન્ડ અને બીજો ભાગ ઘરોનો છે. અહીં માત્ર ઘરો અને બાલકનીના બહારનું શૂટિંગ થાય છે. જો કોઈ આઉટડોર સીન કરવાનો હોય તો તે આ સેટના કમ્પાઉન્ડમાં શૂટ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ સીનમાં ઘરની અંદરનું શૂટિંગ કરવાનું હોય તો તે કાંદિવલીમાં થાય છે.
ગોકુલધામ સોસાયટીનો સેટ કેવો દેખાય છે
વર્ષ 2023માં એક યુટ્યુબરે દેખાડ્યું હતું કે તારક મેહતાનું શૂટિંગ કઈ રીતે થાય છે અને ગોકુલધામ સોસાયટીનો સેટ કેવો દેખાય છે. વ્લોગર સોનિયા મહમીએ જણાવ્યું કે સેટ પર જ કલાકારો માટે ક્વાર્ટર, કિચન અને પ્લે એરિયો બનાવવામાં આવ્યો છે. સાથે જેઠાલાલની ઈલેક્ટ્રોનિક દુકાનને તે રીતે બનાવવામાં આવી છે કે તે ખરેખર અસલી લાગે છે.
સેટની જુઓ વ્યવસ્થા
સેટ પર જે ક્વાર્ટર કે ફ્લેટ ઉપયોગમાં આવતા નથી, તેને ગંદકીથી બચાવવા માટે મોટી શીટ્સથી ઢાંકી દેવામાં આવે છે.
ગોકુલધામ સોસાયટી
તારક મેહતામાં ગોકુલધામ સોસાયટીને મિની ઈન્ડિયા કે આઠમી અજાયબી કહેવામાં આવે છે, કારણ કે અહીં અલગ-અલગ ધર્મ અને જાતિના લોકો મળીને રહે છે. આ શોએ દિશા વાકાણી, દિલીપ જોશી, અમિત ભટ્ટ, શૈલેશ લોઢા અને મુનમુન દત્તા જેવા કલાકારોને ઘર-ઘરમાં જાણીતા બનાવ્યા છે.
Trending Photos