close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

PHOTOS : આ એક્ટરને ડેટ કરી રહી છે અક્ષયકુમારની એક્સ પૂજા બત્રા !

Jun 20, 2019, 11:13 AM IST

90ના દાયકામાં અનિલ કપૂર અને અક્ષયકુમારની એક્ટ્રેસ બનીને બોલિવૂડમાં છવાઈ ગયેલી પૂજા બત્રા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે ફેમસ હતી. તે એક સમયે અક્ષયકુમારની પ્રેમિકા તરીકે જાણીતી હતી અને તેનું આ પ્રેમપ્રકરણ નિષ્ફળ ગયું હતું. હવે તે 42 વર્ષની વયે ફરીથી પ્રેમમાં પડી છે. હવે તે બોલિવૂડ એક્ટર અને 'ટાઇગર ઝિંદા હૈં'માં કામ કરનાર નવાબ શાહના પ્રેમમાં છે. 

1/3

પૂજા ફરીથી એક તસવીરને કારણે ચર્ચામાં છે. હાલમાં નવાબ શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. 

2/3

આ તસવીર જોઈને એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

3/3

તસવીરમાં નવાબ અને પૂજા સાથે મળીને તડકાની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે નવાબે એક દિલવાળું ઇમોજી બનાવ્યું છે.