દુનિયાના સૌથી ચર્ચિત ડિવોર્સ! પ્રેમ અને બેવફાઈથી ભરેલી છે ફેમસ Love Story

Divorce Date of Charles And Diana: બ્રિટનની ગાદી પર બેઠેલા મહારાજ ચાર્લ્સ-III નું નામ બધા જાણે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કિંગ ચાર્લ્સ-III ના જવાનીના સમયમાં તેમની લવ અને અફેર્સવાળી લાઇફને લઈને ઘણા અખબારોમાં છવાયેલા હતા અને અહીં કિંગ ચાર્લ્સ-III ના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવી રહ્યાં છીએ, જે તે સમયે ખુબ ચર્ચામાં રહ્યો હતો.

1/5
image

 

બ્રિટિશ ઈતિહાસમાં 28 ઓગસ્ટનો દિવસ અનેક કારણોને લીધે યાદ કરવામાં આવે છે. તેમાંથી એક કારણ છે પ્રિન્સ ચાર્લ્સ-III ના છૂટાછેડા છે. જ્યારે તેમણે ડાયના સાથે પોતાના સંબંધોનો અંત કરવાની જાહેરાત કરી હતી. બ્રિટનની રોયલ ફેમેલી સાથે જોડાયેલી એક ડોક્યૂમેન્ટ્રીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દિવસોમાં બ્રિટિશ મીડિયામાં પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેઝ ડાયનાની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહી હતી. આજના સમયમાં ચાર્લ્સ- III બ્રિટનના મહારાજ છે.

2/5
image

ચાર્લ્સ-III અને ડાયનાની લવસ્ટોરી લાંબા સમય સુધી ચાલી, પરંતુ વર્ષ 1992માં તેમના સંબંધોમાં અંતર આવવા લાગ્યું અને 1996માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. તે સમયે ડાયના 35 વર્ષની હતી અને પ્રિન્સ ચાર્લ્સ 48 વર્ષની આસપાસ હતા. બંનેની ઉંમરમાં મોટો તફાવત હતો. આ સમયે બંને એકબીજાથી દૂર રહ્યાં કરતા હતા.

3/5
image

બ્રિટનના રોયલ ફેમિલી સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રી ધ રોયલ ફેમિલી એટ વોરમાં બંને વચ્ચેના સંબંધોને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા છે. છૂટાછેડાના દિવસનો ઉલ્લેખ કરીને, દસ્તાવેજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડાયના અને ચાર્લ્સે 28 ઓગસ્ટ, 1996ના રોજ છૂટાછેડા લીધા હતા અને છૂટાછેડા પછી બંને સોફા પર બેસીને રડ્યા હતા.

 

4/5
image

હવે સવાલ એ છે કે જ્યારે બંને વચ્ચેના સંબંધો લાંબા સમયથી યોગ્ય ન હતા, તો પછી પ્રિન્સ ચાર્લ્સ-III અને ડાયના છૂટાછેડા પછી કેમ રડવા લાગ્યા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે વર્ષ 1996 સુધીમાં બંનેના સંબંધોમાં ઘણો સુધારો થયો હતો. આ દરમિયાન બંનેને બે બાળકો થયા. 1994 માં, પ્રિન્સ ચાર્લ્સે એક ITV પ્રોગ્રામમાં ખુલાસો કર્યો કે તેઓ ડાયના સાથેના તેમના સંબંધોમાં વિશ્વાસુ ન હતા. ચાર્લ્સનું આ નિવેદન તે સમયગાળામાં મોટો મુદ્દો બની ગયું હતું.

 

 

5/5
image

શાહી પરિવારના ઘણા નજીકના લોકો દાવો કરે છે કે રાણી એલિઝાબેથે બંને વચ્ચેના સંબંધોને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ તેમની સાથે વાત પણ કરી શક્યા નહીં. જ્યારે બંનેના છૂટાછેડા થયા ત્યારે પ્રિન્સ વિલિયમ 14 વર્ષના હતા જ્યારે પ્રિન્સ હેરી 11 વર્ષના હતા. હાલમાં, કેમિલા ચાર્લ્સ-III ની પત્ની છે. જ્યારે, ડાયનાનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું.