મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોના ફ્લેટ... આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કુલ સંપત્તિ
ભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
જ્યારે આપણે ભિખારીઓ વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણી સામે સૌથી વધુ ગરીબીમાં જીવતા કોઈ એવા વ્યક્તિની તસવીર સામે આવે છે, જે દરરોજ જિંદગી પસાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એક ભિખારી એવો પણ છે જેની સંપત્તિ કરોડોમાં છે?
ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ભરત જૈન નામનો એક ભિખારી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈનો રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. એટલે કે આ ભિખારી સંપત્તિના મામલામાં ઘણા ભણેલા ગણેલા કોર્પોરેટ પ્રોફેશનલ્સનને પણ પાછળ છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર, આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે ભરત જૈનને અભ્યાસ છોડવો પડ્યો. પરંતુ તેમ છતાં અનેક પડકારોનો સામનો કરીને તેણે લગ્ન કર્યા અને તેમણે બે પુત્રો પણ છે. ભરત જૈન પોતાના બન્ને પુત્રોને સારામાં સારું ભણાવી રહ્યા છે. ભરત જૈનનીકુલ સંપત્તિ લગભગ 7.5 કરોડ બતાવવામાં આવી રહી છે અને તે દર મહિને લગભગ 60 હજાકથી લઈને 75 હજાર રૂપિયા સુધી કમાઈ લે છે.
ભરતે ભીખ માંગીને જ માત્ર પૈસા જ કમાયા નથી પરંતુ ઘણી જગ્યાએ રોકાણ પણ કર્યું છે. તેની પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના બે ફ્લેટ છે. સાથે તેણે ઠાણેમાં બે દુકાનોમાં રોકાણ કરી રાખ્યું છે. બન્ને દુકાનોમાંથી ભરતને 30 હજાર રૂપિયાનું માસિક ભાડુ મળે છે. આ રીતે ભીખ માગીને મેળવેલી આવક સિવાય પણ અન્ય આવકનો સ્ત્રોત છે.
આટલી સંપત્તિ હોવા છતાં પણ ભરત જૈન આજે પણ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાન જેવા સ્થળોએ ભીખ માંગે છે. તે પરેલ વિસ્તારમાં રહે છે અને તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
Trending Photos