મત આપીને દાદીનું મૃત્યુ પરંતુ પૌત્રને અપાવી જીત, આ ઘટના જાણીને તમે પણ થઈ જશો ભાવુક

મહારાષ્ટ્રના પુણેમાં એક દાદીના મતથી તેમના પૌત્રને પંચાયત ચૂંટણીમાં જીત મળી છે. 113 વર્ષના દાદાના મતથી વિજય સાઠે હવે ગામમાં સરપંચ બની ગયા છે. 

113 વર્ષના દાદીએ આપ્યો મત

1/4
image

પુણેના મુશલી ગામમાં પંચાયત ચૂંટણીના ઉમેદવાર વિજય સાઠે માતે તેમના 113 વર્ષના દાદી સરૂબાઈ સાઠેએ મતદાન કર્યું હતું. ત્યારબાદ તેઓ ચૂંટણી તો જીતી ગયા પરંતુ આ જીતનો જશ્ન જોવા માટે તેમના દાદી આ દુનિયામાં નથી. 

 

મતદાન કર્યા બાદ થયું નિધન

2/4
image

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થયું હતું. સરૂબાઈ સાઠે સવારે પોતાના પૌત્ર માટે મતદાન કરવા ગયા અને તે રાત્રે તેમનું નિધન થયું હતું. 

 

 

એક મતના અંતરથી મળી જીત

3/4
image

18 જાન્યુઆરીએ ચૂંટણીના પરિણામ આવ્યા તો જાણવા મળ્યું કે, વિજય સાઠે માત્ર એક મતના અંતરથી ચૂંટણી જીતી ગયા છે. 

 

 

સપનું થયું પૂરુ

4/4
image

વિજય સાઠેએ કહ્યુ કે, જો દાદી મત ન આપત તો તે ક્યારેય ન જીતી શકત. આ તેમના દાદીની જીત છે. સાઠેએ કહ્યુ કે, તેમના દાદી ઈચ્છતા હતા કે તે પોતાના ગામ માટે કંઈક કરે અને આજે આ સપનું પૂરુ થયું છે.