વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાનો PM મોદીનો અનોખો વિક્રમ
PM મોદીને છેલ્લાં 5 વર્ષમાં મુસ્લિમ દેશો તરફથી મળ્યાં 6 એવોર્ડ. PM મોદીને યૂએઈ, સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ કોરિયા, સઊદી અરબ, પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન સહિતનાં દેશો પુરસ્કાર આપી ચૂક્યા છે. જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી અને મનમોહન સિંહને માત્ર એક-એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા એક માત્ર નેતા છે. અત્યાર સુધીમાં પીએમ મોદીને દુનિયાભરના દેશોએ વિવિધ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. સોમવારે આ યાદીમાં વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડનો ઉમેરો થયો છે. 11 ડિસેમ્બરને સોમવારના રોજ PM Modiને મળ્યો USનો લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે ભારતના પ્રધાનમંત્રી મોદીને આ એવોર્ડ આપીને સન્માનિત કર્યાં. પીએમ મોદીનું આ સન્માન અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે. અમેરિકા (USA)માં ભારતીય રાજદૂત તરણજીત સંધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને આપવામાં આવેલા સન્માન લીજન ઓફ મેરિટ (Legion of Merit)ને રિસીવ કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીને ક્યા-ક્યા અંતરરાષ્ટ્રિય એવોર્ડ મળ્યાં છે તે પણ વાંચો.
લીજન ઓફ મેરિટ એવોર્ડ શું છે?
લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડ અમેરિકી સેનાના અધિકારી, અમેરિકા માટે કંઇક મોટું કરવા અને બીજા દેશના રાષ્ટ્રધ્યક્ષને આપવામાં આવે છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં ભારતના પ્રધાનમંત્રી મોદીને વૈશ્વિક ફલક પર અલગ-અલગ દેશો તરફથી વિવિધ સર્વોચ્ચ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે. અને પીએમ મોદીના આ સન્માનથી વૈશ્વિક સ્તરે ભારતની શાખમાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રી મોદીને મળેલાં આંતરરાષ્ટ્રીય એવોર્ડની સુચી પર એક નજર કરીએ.
સઉદી અરબ- કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કાર
વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીજીને સઊદી અરબનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવોર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન, શિંઝો આબેને મળી ચૂક્યો છે. આ ઉપરાંત જાન્યુઆરી 2019માં પીએમ મોદીને સૌપ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ત્રણ આધારરેખા પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ પર કેન્દ્રિત છે. આ પુરસ્કાર દર વર્ષે દેશનાં કોઈ એક નેતાને એનાયત કરવામાં આવે છે.
અફઘાનિસ્તાન- આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર, વર્ષ 2016
4 જૂન, 2016માં પ્રધાનમંત્રી મોદીને અફઘાનિસ્તાનનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તારના સર્વોચ્ચ સન્માન આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અફઘાન-ભારત મૈત્રી બાંધના ઉદ્ઘાટન સમયે આ એવોર્ડ અપાયો હતો.
દક્ષિણ કોરિયા- સિયોલ શાંતિ પુરસ્કાર, વર્ષ 2018
વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીએ ભારત તથા અમીરો-ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક અંતરને દૂર કરવા માટે કરેલા સરાહનીય કામ માટે સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા નરેન્દ્ર મોદી પહેલાં ભારતીય છે.
પેલેસ્ટાઈન- ગ્રાંડ કોલર એવોર્ડ, ફેબ્રુઆરી 2018
વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીને પેલેસ્ટાઈનમાં ગ્રાંડ કૉલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે પેલેસ્ટાઈનનો વિદેશ મહેમાનોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર છે.
યૂએનઆઈપી- ચેંપિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ, વર્ષ 2018
વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્રએ પ્રધાનમંત્રી મોદીને તેમનું સૌથી મોટું પર્યાવરણ સન્માન ચેંપિયન્સ ઑફ ધ અર્થથી સન્માનિત કર્યા હતા. ભારતના પ્રધાનમંત્રી મોદીને 2022 સુધી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પ બદલ આ એવોર્ડ અપાયો હતો.
યૂએઈ- ઑર્ડર ઑફ જાયદ એવોર્ડ, એપ્રિલ 2019
પ્રધાનમંત્રી મોદીનું યૂએઈનાં સૌથી મોટા નાગરિક પુરસ્કાર ઑર્ડર ઑફ જાયદથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માન યૂએઈનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપ્યો હતો.
રશિયા- ઓર્ડર ઓફ સેંટ એંડ્ર્યૂ ધ એપોસ્ટલ એવોર્ડ, વર્ષ 2019
વર્ષ 2019માં રશિયાએ પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી ઉચ્ચ સન્માન સેંટ એંડ્ર્યૂ પુરસ્કારથી નવાજ્યા છે. પીએમ મોદીને આ સન્માન ભારત અને રશિયા વચ્ચેની રાજનીતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યું હતું.
માલદીવ- નિશાન ઈઝ્ઝુદ્દીન પુરસ્કાર, વર્ષ 2019
વર્ષ 2019માં માલદિવ્સે પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી મોટા સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા છે.
બહરીન- ધ કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં એવોર્ડ, ઓગસ્ટ 2019
વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીને બહેરીનમાં ધ કિંહ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે બહેરીનનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
અમેરિકા- ગ્લોબલ ગોલકીપર એવોર્ડ, સપ્ટેમ્બર 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન બદલ અમેરિકામાં ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીને આ એવોર્ડ અમેરિકાની પ્રતિસ્થિત સંસ્થા બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો. PM મોદીએ વર્ષ 2014માં ગાંધી જયંતીનાં દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
Trending Photos