બોલીવુડના આ 5 વિલન પાસે એટલાં રૂપિયા છેકે, ભલભલા હીરોને રાખી શકે છે નોકરી પર!

Richest Villain of Indian Cinema: આ 5 સ્ટાર્સે વિલન બનીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી, નેટવર્થ તમારા હોશ ઉડાવી દેશે! હિન્દી સિનેમા જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મોમાં વિલન બનીને પોતાનું જોરદાર ફેન ફોલોઈંગ બનાવ્યું છે. માત્ર મજબૂત ફેન-ફોલોઈંગ જ નહીં, આ સ્ટાર્સે વિશ્વભરમાં ખ્યાતિ પણ મેળવી છે. આજે અમે એવા જ કેટલાક સ્ટાર્સની નેટવર્થ વિશે વાત કરવાના છીએ જેઓ સિનેમા જગતમાં વિલન તરીકે ફેમસ થયા છે.

1/5
image

આશિષ વિદ્યાર્થીઃ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 10-15 નહીં પણ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. આશિષ વિદ્યાર્થી વિવિધ ભાષાઓની ઘણી ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આશિષ વિદ્યાર્થીની કુલ સંપત્તિ 82 કરોડ રૂપિયા છે.

2/5
image

આશુતોષ રાણાઃ અભિનેતા આશુતોષ રાણા ઘણી ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળ્યો છે. આશુતોષ રાણાની જોરદાર એક્ટિંગના લાખો ચાહકો છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 55 કરોડ રૂપિયા છે.

3/5
image

પ્રકાશ રાજઃ ખલનાયકના રોલની વાત છે અને જો પ્રકાશ રાજનું નામ ન આવે તો તે અન્યાય બની જાય છે. પ્રકાશ રાજે ઘણી ફિલ્મોમાં વિલન બનીને પોતાની પ્રતિભા બતાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રકાશ રાજ 36 કરોડની નેટવર્થના માલિક છે.

4/5
image

મુકેશ ઋષિઃ તમને સૂર્યવંશીનો ખલનાયક યાદ હશે, જેણે અમિતાભની ખીરમાં ઝેર ભેળવ્યું હતું. હા... મુકેશ ઋષિએ ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 41 કરોડ રૂપિયા છે.

5/5
image

રાણા દગ્ગુબાતીઃ બાહુબલી ફિલ્મમાં ભલ્લાલદેવ તરીકે ફેમસ થયેલા એક્ટર રાણા દગ્ગુબાતીએ ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે.