500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગ

Jupiter And Shani Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ અને ગુરૂ ગ્રહ દિવાળી પર વક્રી રહેશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

શનિ-ગુરૂની વક્રી ચાલ

1/5
image

વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે દિવાળીનું પર્વ 31 ઓક્ટોબરે મનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસે 500 વર્ષ બાદ શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી રહેશે. સાથે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. તેવામાં શનિ અને ગુરૂ બૃહસ્પતિની ઉલ્ટી ચાલથી કેટલાક જાતકોની દિવાળી શાનદાર રહી શકે છે. સાથે આ લોકોને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ.  

કુંભ રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ અને ગુરૂની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થયા છે. સાથે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવ પર વક્રી થયા છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયે નવા-નવા લોકો સાથે સંબંધ બનશે. જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. સાથે તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે. આ સમયે તે લોકોને વિશેષ લાભ થઈ શકે છે, જે લોકોનું કામ-કારોબાર રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન-મકાન સાથે જોડાયેલો છે.  

વૃષભ રાશિ

3/5
image

શનિ અને ગુરૂ બૃહસ્પતિની વક્રી ચાલ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થયા છે. સાથે શનિ દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી ચાલ ચાલશે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. આ સમયમાં તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. તો નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર જૂનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

મેષ રાશિ

4/5
image

દિવાળી પર ગુરૂ અને શનિની વક્રી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર વક્રી થશે. સાથે ગુરૂ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર વક્રી ચાલ ચાલશે. આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. તમારા માટે શેર બજાર,સટ્ટા અને લોટરીમાં લાભનો યોગ બની રહ્યો છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.