હોળાષ્ટકમાં શનિ દેવ પોતાની પ્રિય રાશિ કુંભમાં થશે ઉદય, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા
Shani Dev Rise: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં ઉદય થવાના છે. શનિ દેવના ઉદય થવાથી ત્રણ રાશિના જાતકોને સફળતા મળી શકે છે.
શનિ ઉદય
વૈદિક પંચાગ અનુસાર હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યાં છે અને હોળીનો તહેવાર 25 માર્ચે છે. તમને જણાવી દઈએ કે હોળાષ્ટક વચ્ચે એટલે કે 18 માર્ચે કર્મફળ દાતા શનિ દેવ ઉદય થવાના છે. શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ઉદય થશે. જેનાથી હોળી પહેલા કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ શનિ ઉદયથી કયાં જાતકોને લાભ મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શનિનું ઉદય થવું લાભકારી સાબિત થી શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિના પંચમ ભાવ પર ઉદય થવાના છે. તેથી આ સમયમાં તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારૂ પારિવારિક જીવન ખુશ રહેવાનું છે. તમને સફળતાની સાથે સન્માન પણ મળશે. જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તેમાં તમને સફળતા મળી શકે છે. તો શનિ દેવ તમારી રાશિના ચતુર્થ ભાવના સ્વામી છે. તેથી આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
કુંભ રાશિ
શનિ દેવનું ઉદય થવું કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર ઉદય થવાના છે. તેથી તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સાથે કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમને આર્થિક લાભની તક મળશે. આ દરમિયાન તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. તમારૂ લગ્ન જીવન શાનદાર રહેશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.
સિંહ રાશિ
તમારા માટે શનિ ઉદય લાભકારી સાબિત થઈ શકે છે. શનિદેવ તમારી ગોચર કુંડળીના સાતમાં ભાવમાં ઉદય થશે. તેથી તમને ભાગીદારીમાં લાભ થઈ શકે છે. આ સાથે કરિયર અને બિઝનેસની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે. પરીણિત લોકોનું લગ્ન જીવન ખુશ રહેશે. આ સાથે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયમાં તમારી આવકમાં વધારો થઈ શકે છે.
Trending Photos