Surya Grahan 2021: શનિ જયંતિ પર 148 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ, નોંધી લો સમય, રાખો આ સાવધાની

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય ગ્રહણનો પ્રભાવ સંસાર પર થાય છે. દરેકે તેના સારા-ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે. આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 10 જૂન એટલે કે આવનારા ગુરૂવારે છે. આ દિવસે શનિ જયંતિ અને મોટી અમાસ છે. 

148 વર્ષ બાદ આવો સંયોગ

1/5
image

વર્ષ 2021નું આ સૂર્ય ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે શનિ જયંતિ પર ગ્રહણનો યોગ આશરે 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણ 26 મે 1873 માં જોવા મળ્યું હતું. 

ભારતમાં આંશિક ગ્રહણ

2/5
image

જાણકારી પ્રમાણે ભારતમાં પૂર્ણ નહીં પરંતુ આંશિક ગ્રહણ જોવા મળશે. પરંતુ જ્યોતિષાચાર્યોનું માનવું છે કે ભલે ગ્રહણ આંશિક હોય પરંતુ આ દરમિયાન બધા નિયમોનું પાલન કરવું જોઈએ. 

સૂર્ય ગ્રહણનો સમય

3/5
image

સૂર્ય ગ્રહણ ગુરૂવા, 10 જૂન 2021ના બપોરે 1.42 કલાકથી શરૂ થઈને સાંજે 6.41 કલાકે સમાપ્ત થશે. 

 

 

ગ્રહણ દરમિયાન શું ન કરો?

4/5
image

ગ્રહણ દરમિયાન ભોજન કરવું વર્જિત હોય છે. ગ્રહણ દરમિયાન નવા કામની શરૂઆત ન કરો. કોઈ માંગલિક કાર્ય ન કરવા જોઈએ. ગ્રહણ સમયે સુવુ ન જોઈએ. ચાકુ કે કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. 

સૂર્ય ગ્રહણમાં શું કરો?

5/5
image

ગ્રહણ પહેલા પાકેલા ભોજનમાં તુલસીના પાન નાખીને રાખી દો. ગ્રહણ સમયમાં ઇષ્ટ દેવનું પૂજન કરો. તેમના મંત્રનો જાપ કરો. ગ્રહણના સમયે ઘરના મંદિરના કપાટ બંધ કરી દો. ગ્રહણના સમયે દાન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરની સફાઈ કરો. બાદમાં ઘરમાં ગંગાજળ છાંટો. ગ્રહણ પૂરુ થયા બાદ સ્નાન કરો.