World Cup: વનડે વિશ્વકપના 5 એવા વર્લ્ડ રેકોર્ડ, જે આ વખતે પણ તોડવા મુશ્કેલ

Unbreakable Records in World Cup : ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી વનડે વિશ્વકપ (ODI World Cup-2023)ની શરૂઆત થશે. આ આઈસીસી ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. આ વચ્ચે વિશ્વકપમાં કેટલાક એવા રેકોર્ડ્સ છે, જે આ વખતે પણ તૂટશે નહીં. 
 

એક એડિશનમાં સૌથી વધુ રન

1/5
image

વિશ્વકપની એક એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્લ્ડ કપ 2003માં 11 મેચમાં 673 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડ તોડવો અન્ય બેટર માટે મુશ્કેલ લાગી રહ્યો છે.

વનડે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ

2/5
image

વનડે વિશ્વકપના આજ સુધીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આ વખતે પણ તૂટે તેમ લાગી રહ્યું નથી. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. વિશ્વકપમાં મેક્ગ્રાએ સૌથી વધુ 71 વિકેટ લીધી છે. એક્ટિવ પ્લેયર્સમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક (49 વિકેટ) પાંચમાં સ્થાને છે. 

સૌથી વધુ વિશ્વકપ મેચ

3/5
image

વનડે વિશ્વકપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેણે 46 મેચ આ આઈસીસી ઈવેન્ટમાં રમી છે, તેવામાં આ વિશ્વ રેકોર્ડને તોડી શકતો આ વખતે પણ અશક્ય છે.

સૌથી ધીમી ઈનિંગ

4/5
image

વિશ્વકપમાં સૌથી ધીમી ઈનિંગનો રેકોર્ડ લગભગ ક્યારેય તૂટશે નહીં. 1975ના વિશ્વકપમાં સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 174 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. આ ક્રિકેટ ઈતિહાસની સૌથી ધીમી ઈનિંગ છે. 

સૌથી વધુ સિક્સ

5/5
image

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલના નામે વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. ક્રિસ ગેલે વનડે વિશ્વકપની મેચોમાં સૌથી વધુ 49 સિક્સ ફટકારી છે, આ રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગી રહ્યો છે. એક્ટિવ પ્લેયર્સમાં રોહિત શર્મા (23 સિક્સ) પણ ખુબ પાછળ છે.