શાઓમી જલદી જ લોન્ચ કરશે 108 મેગા પિક્સલ કેમેરાવાળો ફોન
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી એક એવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે, જેનો કેમેરો 108 મેગાપિક્સલનો હશે અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે.
નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી એક એવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે, જેનો કેમેરો 108 મેગાપિક્સલનો હશે અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે. એક રિપોર્ટ અનુસાર શાઓમી બે ફોન્સ પર કામ કરી રહી છે અને તેના કોડનું નામ ગાઉગિન અને ગાઉન પ્રો રાખવામાં આવ્યું છે. પ્રો મોડલમાં 108 મેગાપિક્સલ સેન્સર હશે અને પેસ મોડલમાં 64 મેગાપિક્સલનું સેન્સર હશે.
VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું
બંને ફોન્સને રેડમી સબ બ્રાંડ હેઠળ લોન્ચ કરવામાં આવશે. આ ફોન ક્યારે લોન્ચ થશે, તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાઓમી પોતાના મી 10 પર 108 મેગાપિક્સલ ક્વોડ કેમેરા અપી રહી છે જ્યારે આ કેમેરા સાથે સેમસંગે એસ20 અલ્ટ્રા અને નોટ 20 લોન્ચ કર્યા છે. આ પ્રકારે મોટોરોલાએ એઝપ્લસ લોન્ચ કર્યો છે, જેમાં 108 મેગાપિક્સલનો કેમેરા છે. ટેક્નોલોજીના જાણકારોનું માનવું છે કે 108 મેગાપિક્સલના કેમેરા પ્રીમિયમ ફોનનો સામાન્ય ભાગ બનતો જાય છે.
Sony એ લોન્ચ કર્યો Xperia 5 સ્માર્ટફોન, જાણો કિંમત અને ખૂબીઓ
કેમેરા સેન્સર ટેક્નોલોજીમાં અવલ્લ કંપની સેમસંગએ આ અઠવાડિયે નવા 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર લોન્ચ કર્યા છે. નવા સેન્સર પાછળ સેન્સરથી લગભગ 15 ટકા નાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જલદી જ આ સેન્સર નવા અને પ્રીમિયમ સ્માર્ટફોનમાં જોવા મળશે. જોકે એ પણ અનુસાર છે કે ભાવને સીમિત રાખવા માટે શાઓમી નવા સ્માર્ટફોનમાં જૂના સેન્સરનો જ ઉપયોગ કરશે.
Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv
હાલ 108 મેગાપિક્સલ કેમેરાની યાદીમાં Mi Mix Alpha 5g, Mi note 10 pro, સેમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા, Mi 10 pro, મોટોરોલા એઝ પ્લસ સામેલ છે. જોકે તેમાંથી કેટલાક ફોન ફક્ત શોકેસ થયા છે. તો કેટલાક ફોન મોંઘા છે. 108 મેગાપિક્સલ કેમેરાનો અર્થ તેમાં 108 મિલિયન પિક્સલ હોય છે, વધુ પિક્સલ હોવાથી ફોટાની વધુમાં વધુ જાણકારી એકઠી કરી શકો છો. એવામાં જૂન કરવાથી અથવા પ્રિંત નિકળાશો ત્યારે ફોટા વધુ સ્પષ્ટ આવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube