VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)નું મૃત્યું કેવી રીતે થયું, આ પ્રશ્નનો જવાબ મળવામાં 24 કલાકથી ઓછો સમય બચ્યો છે. આવતીકાલે એમ્સના ડોક્ટરોની ટીમ સીબીઆઇને સુશાંત સિંહના વિસરા રિપોર્ટનું સત્ય જણાવશે

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)નું મૃત્યું કેવી રીતે થયું, આ પ્રશ્નનો જવાબ મળવામાં 24 કલાકથી ઓછો સમય બચ્યો છે. આવતીકાલે એમ્સના ડોક્ટરોની ટીમ સીબીઆઇને સુશાંત સિંહના વિસરા રિપોર્ટનું સત્ય જણાવશે. સુશાંત સિંહની મોતનું કારણ શું છે? આખા દેશને ખબર પડી જશે. તે પહેલાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ચરિત્રને હન કરનારાઓ માટે ZEE NEWS વધુ એક પુરાવો લાવ્યું છે. 'રિયા ડ્રગ્સ ગેંગ'ના અનુસાર સુશાંત સિંહ ડિપ્રેશનમાં હતો. પરંતુ અમે તમને ઝૂઠ વિરૂદ્ધ સતત વિડીયો દ્વારા સત્ય બતાવી રહ્યા છીએ.  

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતનો નવો વીડિયો બતાવીએ. આ વીડિયોમાં સુશાંત સિંહ કાગળનું વિમાન બનાવીને તેને ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો. ZEE NEWSમાં સૌથી પહેલાં સુશાંત અને રિયાના એક નવા એક્સક્લૂસિવ વીડિયોની. અમે પહેલીવાર આજે તમને સુશાંતનો એક એવો વીડિયો બતાવીશું, જેમાં સુશાંત બાળકપણું કરી રહ્યો છે. તેના આ વીડિયોથી પણ ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. શું રિયા ચક્રવર્તી તેમને ડ્રગ્સ આપતી હતી. જેથી તે આવો વ્યવહાર કરવા લાગી હતી? 

આ વીડિયોમાં સુશાંત કોઇ બાળકની માફક હસતાં હસતાં મગ્ન થઇને કાગળનું વિમાન ઉડાવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે સુશાંત આ પ્રકરે બાળકો જેવી હરકતો કેમ કરી રહ્યો છે? આ જવાબ પણ આ વીડિયોમાં છે. ટેબલ પર રાખવામાં આવેલો બધો સામાન વિખરાયેલો છે. અને ટેબલ પર સિગરેટ છે. સિગરેટ સાથે ટેબલ પર એશ ટ્રે પણ છે. સિગરેટના પેકેટ ઉઅપ્રાંત પણ આ ટેબલ પણ ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે. સુશાંતના ટેબલ પર રાખવામાં આવેલી વસ્તુઓ એટલી વિખરાયેલી હતી જેટલી તેમની જીંદગી. સુશાંતના વ્યવહારથી લાગી રહ્યું છે કે જ્યારે આ વીડિયો બનાવવામાં આવ્યો, ત્યારે કદાચ સુશાંત નશામાં હતો. 

કહેવામાં આવી રહ્યું ચે કે વીડિયો એપ્રિલ 2020નો છે. એટલે કે સુશાંતના મોતના બે મહિના પહેલાનો. આ વીડિયો સુશાંતના ઘરનો છે. સુશાંતનો વ્યવહાર બતાવી રહ્યો છે તે એપ્રિલ મહિનામાં થોડી વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો. જેમ કે પેપર પ્લેન ઉડાડવું, તો સુશાંત જે પ્રકારે ખુશ થયો, તેને જોઇ લાગે છે કે તે પોતાના હોશમાં નથી.  

આ વીડિયોના બીજા સંદેશને જોઇએ. સુશાંતને તારા અને ગ્રહો જોવાનો શોખ હતો. આ તારાની ચમક જોઇને તેમની આંખો પણ ચમક આવી જતી હતી અને એટલા માટે તેમણે ટેલિસ્કોપ રાખવામાં આવ્યું છે. રૂમની એક બાલ્કનીથી સ્ટાર્સને જોવાનો શોખ હતો. તે પેપર પ્લેન બનાવીને પણ ખુશ હતા. તો આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો, અથવા તેમણે આત્મહત્યા કરી હતી. 

લોકડાઉન સમયે પણ સુશાંત ઇંસ્ટાગ્રામ પર ગ્રહોના ફોટા શેર કરતો હતો, આ વીડિયોને જોયા પછી સવાલ થાય છે કે શું સુશાંતનું બાળકપણું રિયાએ આપેલા ડ્રગ્સના કારણે હતું, આ તો ખરેખર એટલો ભોળો અને માસૂમ હતો, કે પેપર પ્લેન ઉડાવીને ખુશ થઇ જાય. જે સુશાંતને એસ્ટ્રોટોમીનો શોખ હતો,આકાશની ઉડાન ભરનાર આવો વ્યક્તિ એકલો કેવી રીતે હોઇ શકે? સપનાની ઉડાન ભરનાર ખુશમિજાજ વ્યક્તિ, જે કાગળના વિમાન ઉડાવીને સ્માઇલ શોધી લેતો હતો, તે વ્યક્તિ પોતે દુખી કેવી રીતે હોઇ શકે? 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news