Detox Food: શરીરમાં જામેલી ગંદકીને સાફ કરે છે આ વસ્તુઓ, કિડની સારી રીતે કરે છે કામ
Detox Food:તમે કેટલાક ખાદ્ય પદાર્થને ડેઇલી ડાયેટમાં સામેલ કરીને કિડનીને ડીટોક્સિફાઇ કરીને કિડનીને હેલ્ધી રાખી શકો છો. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડનીને ડિટોક્ષ કરે છે.
Trending Photos
Detox Food: કિડની શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. કિડની શરીરમાં ગયેલી ગંદકીને સાફ કરે છે અને અશુદ્ધ પદાર્થોને બહાર કાઢે છે. તેથી જરૂરી છે કે કિડની પણ સારી રીતે કામ કરતી રહે. કિડની હેલ્થી રહે તે માટે આહારમાં કેટલીક વસ્તુઓ લઈ શકાય છે. જો કિડની ખરાબ થઈ જાય તો શરીરમાં ગંદકી વધવા લાગે છે. કિડની બરાબર કામ કરતી ન હોય તો શરીરમાં પાણી ભરાવા લાગે છે અને શરીરમાં સોજા રહે છે.
કિડની ખરાબ હોય તો રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે, યુરીનનો રંગ બદલી જાય છે, યુરિનમાં ફીણ આવે છે, પગ સોજી જાય છે અને શરીરમાં પણ સોજા રહે છે. કિડની ખરાબ થાય તો આવા લક્ષણો જોવા મળે છે. પરંતુ તમે કેટલાક ખાદ્ય પદાર્થને ડેઇલી ડાયેટમાં સામેલ કરીને કિડનીને ડીટોક્સિફાઇ કરીને કિડનીને હેલ્ધી રાખી શકો છો. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડનીને ડિટોક્ષ કરે છે.
કિડનીને ડિટોક્સિફાઈ કરે છે આ ફૂડ
- કિડનીના સ્વસ્થ રાખવી હોય તો સૌથી પહેલા પૂર્તિ માત્રામાં પાણી પીવાનું રાખો. જો શરીરમાં પૂરતી માત્રામાં પાણી જશે તો શરીરમાં રહેલા વિશાખત પદાર્થ બહાર કાઢવામાં કિડનીને મદદ મળશે. ડોક્ટરોનું કહેવું હોય છે કે સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.
- આ યાદીમાં બીજા ક્રમ પર લીંબુ પાણી આવે છે. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે કિડનીમાં પથરી થતા અટકાવે છે. સાથે જ તે કિડનીને ડિટોક્ષ પણ કરે છે.
- ક્રેનબેરી પણ કિડની માટે ફાયદાકારક છે. ટ્રેન બેરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે.
- પોષક તત્વોથી ભરપૂર પાલક કિડની માટે સારી છે. તેમાં રહેલું મેગ્નેશિયમ અને ખનીજ કિડનીના સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે.
- કિડનીને ડિટોક્ષ કરવાનું કામ લસણ આદુ અને હળદર પણ કરે છે. આ ત્રણેય વસ્તુનો ડેઇલી ડાયેટમાં સમાવેશ કરવાથી કિડનીનું સ્વાસ્થ્ય સારું રહે છે.
- સફરજન પણ કિડની ને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સફરજન માં ફાઇબર હોય છે જે કિડનીને ડિટોક્ષ કરે છે.
- અહીં દર્શાવેલી તમામ વસ્તુઓને દૈનિક આહારમાં સામેલ કરવાથી કિડની નેચરલી સાફ થતી રહે છે અને ફિલ્ટરેશન પાવર પણ વધે છે. પરિણામે શરીરની ઓવરઓલ હેલ્થ સારી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે