આખરે આતુરતાનો અંત, Mahindra Scorpio-N લોન્ચ, ફીચર્સ જોઈને દંગ રહી જશો
મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો-એનને લોન્ચ કરી દીધી છે. મહિન્દ્રાએ પોતાની નવી સ્કોર્પિયોમાં ઘણા શાનદાર ફીચર જોડ્યા છે અને કંપનીએ બિગ ડેડી ઓફ એસયૂવીના નામથી પ્રમોટ કરી રહી છે. નવા સ્કોર્પિયો પાંચ ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે અને Z2થી શરૂ થઈને Z8 L સુધીના વેરિયન્ટમાં લાવશે. નવી સ્કોર્પિયોની શરૂઆતી કિંમત 11.99 લાખ રૂપિયા છે અને ટોપ વેરિયન્ટની કિંમત 19.49 લાખ રૂપિયા છે.
નવી સ્કોર્પિયો માટે બુકિંગ 30 જુલાઈથી શરૂ થશે. નવી સ્કોર્પિયો ઓનલાઈન પણ બુક કરાવી શકાશે. મહિન્દ્રા 5 જુલાઈથી 30 શહેરોના શોરૂમમાં ટેસ્ટ ડ્રાઈવ માટે નવી સ્કોર્પિયો રજૂ કરશે.
નવી સ્કોર્પિયો-એન હાલની સ્કોર્પિયોની સાથે વેચવામાં આવશે. નવી SUVને આધુનિક ડિઝાઇન આપવામાં આવી છે અને તે વર્તમાન મોડલ કરતાં ઘણી મોટી છે.
નવી મહિન્દ્રા સ્કોર્પિયોના આગળના ભાગમાં ગ્રિલ આપવામાં આવી છે, જે SUVને XUV700 જેવો લુક આપે છે. નવી સ્કોર્પિયો એ બીજું વાહન છે જે મહિન્દ્રાના નવા લોગો સાથે આવશે. અગાઉ, XUV700 એક નવા લોગો સાથે આવી છે.
નવી સ્કોર્પિયો 6 એરબેગ સાથે આવે છે. નવી SUVમાં ડાયનેમિક LED ટર્ન ઈન્ડિકેટર્સ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, C-આકારના ડે ટાઈમ રનિંગ LEDs અને આગળના બમ્પર પર LED ફોગ લેમ્પ્સ જેવી સુવિધાઓ મળશે.
નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એનમાં તમામ નવી 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે કંપનીએ આ SUVમાં સોનીના 12 સ્પીકર પણ લગાવ્યા છે.
નવી સ્કોર્પિયોસમાં વોઈસ કમાન્ડ અને ક્રુઝ કંટ્રોલ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે નવી Mahindra Scorpio-N રજૂ કરી છે. તેને ચેન્નાઈની મહિન્દ્રા રિસર્ચ વેલીમાં બનાવવામાં આવ્યું છે. નવી સ્કોર્પિયોને મહિન્દ્રા ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયોમાં ડિઝાઇન કરવામાં આવી છે.
Trending Photos