Kala Chana Recipe: પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો કરવો હોય તો કાળા ચણાની આ 5 વાનગી સૌથી બેસ્ટ, ટ્રાય કરો

Kala Chana Recipe: સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જેનાથી શરીરને પૌષ્ટિક તત્વો પણ મળે અને વારંવાર ભૂખ પણ ન લાગે. તેથી સવારના નાસ્તા માટે ચણા સૌથી સારો વિકલ્પ ગણાય છે. જો તમે પણ નાસ્તામાં ચણા ખાવાનું પસંદ કરો છો તો આજે તમને ચણામાંથી બનતા પાંચ સ્વાદિષ્ટ અલગ અલગ નાસ્તા વિશે જણાવીએ. તમે સવારે નાસ્તામાં ચણામાંથી બનેલી આ પાંચ વાનગીઓ ખાઈ શકો છો.

રસાવાળા ચણા

1/5
image

કાળા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો તમે તેનું સેવન રોજ અલગ અલગ રીતે કરવા માંગો છો તો રસાવાળા ચણા ખાઈ શકો છો. રસાવાળા ચણા ને તમે પરોઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. સવારે આ નાસ્તો કરવાથી તમને વારંવાર ભૂખ પણ નહીં લાગે.

સૂકા ચણા

2/5
image

રાત્રે પાણીમાં પલાળેલા ચણાને સવારે બાફી અને સુકા મસાલા સાથે વઘારીને નાસ્તામાં ખાઈ શકાય છે. આ નાસ્તો ઝડપથી પણ બની જાય છે અને તે સૌથી વધુ પૌષ્ટિક છે.

ચણાનો સૂપ

3/5
image

જો તમે નાસ્તામાં કાળા ચણાનું સેવન કરો છો તો વજન પણ ઝડપથી ઉતરે છે. પરંતુ એક ને એક રીતે ચણા ખાવાથી કંટાળી જવાય છે. તેવામાં તમે કાણા ચણાનો સુપ બનાવીને પણ નાસ્તામાં લઈ શકો છો. તેના માટે ચણાને પીસી અને તેમાં મસાલો ઉમેરીને સૂપ તૈયાર કરવાનું હોય છે. 

ચણાની કટલેટ

4/5
image

જો તમે ચણામાંથી એવી કોઈ નાસ્તાની વસ્તુ બનાવવા માંગો છો જે નાના-મોટા સૌ કોઈને ભાવે તો કાળા ચણામાંથી કટલેટ પણ બનાવી શકાય છે. કાળા ચણાને બાફી તેની પેસ્ટમાં મસાલા કરી તેમાં થોડો ચણાનો લોટ ઉમેરીને આ કટલેટ તૈયાર કરવામાં આવે છે.. કાળા ચણાની આ કટલેટ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો નાસ્તો છે.

સ્ટફ રોલ

5/5
image

કાળા ચણામાંથી તમે રોલ પણ બનાવીને ખાઈ શકો છો. તેના માટે બાફેલા ચણાને થોડા મેશ કરી તેમાં ડુંગળી, ટમેટા અને અન્ય મસાલા ઉમેરો. ત્યાર પછી આ મિશ્રણને રોટલી કે પરોઠામાં ભરીને રોલ કરીને તેને સર્વ કરો.