HDL Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે આ 5 હેલ્ધી ફૂડ્સ

કોલેસ્ટ્રોલના બે પ્રકાર હોય છે- એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) અને એચડીએલ (સારૂ કોલેસ્ટ્રોલ). એલડીએલ નસોમાં જમા થઈને હાર્ટની બીમારીનો ખતરો વધારે છે, જ્યારે એચડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને હટાી હાર્ટને સ્વસ્થ બનાવે છે. આજે અમે તમને 5 એવા હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું જે તમારા શરીરમાં એચડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધારવામાં મદદ કરી શકે છે.

ઓટ્સ

1/5
image

ઓટ્સ દ્રાવ્ય ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને એચડીએલને વધારવામાં મદદ કરે છે. 

 

નટ્સ અને બીજ

2/5
image

બદામ, અખરોટ, અળસી અને ચિયા સિડ્સ જેવા નટ્સ અને બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. 

ફેટી ફિશ

3/5
image

સેલ્મન, ટૂના, મેકેરલ અને સાર્ડિન જેવી ફેટી માછલી ઓમેગા-3 ફેટી એસિડનો રિસ સોર્સ છે, જે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવા અને હાર્ટના સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ કરે છે.

ફળ અને શાકભાજી

4/5
image

ફળ અને શાકભાજી વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેટલાક ફળ અને શાકભાજી જેમ કે સફરજન, દ્વાક્ષ, બ્લૂબેરી, બ્રોકલી અને પાલક, એચડીએલ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.

એવોકાડો

5/5
image

એવોકાડો હેલ્થી ફેટ, ફાઇબર અને વિટામિન-ઈનો એક રિસ સોર્સ છે. આ બધા પોષક તત્વો HDL કોલેસ્ટ્રોલને વધારવા અને હાર્ટના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે.