વર્લ્ડ ટૂર પર જવાનું વિચારતા હોય તો આ છે વિશ્વની 50 શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ, જુઓ 2021ની યાદીમાં ભારતનું નામ છે?
Here’s a ranking of the world’s 50 best restaurants for 2021: દુનિયા ફરવાના શોખીન માણસોના મુખ પર અલગ અલગ ખાસ રેસ્ટોરન્ટના નામ અને તેની ખાસ ડિશની વાત જરૂર થાય છે. આ રીતે સ્વાદના શોખીન જ્યાં પણ જાય છે ત્યાંની ખાસિયતને જાણી તેની વાતો કરતા રહે છે. તે સિવાય કોઈ નજીકના મિત્રોનો જન્મ દિવસ હોય કે મેરેજ એનેવર્સરી પર વાઈફની સાથે લંચ અથવા તો ડિનર કરવું હોય તો આપણે બધાને એક સારી રેસ્ટોરન્ટની શોધમાં હોઈએ છીએ. જ્યાં સાફ-સફાઈ, સર્વિસ અને સ્ટાફ સારો હોય તેની ગેરેંટી કોઈ લઈ શકતું નથી, પરંતુ આજે અમે તમને એવી 50 રેસ્ટોરન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાભરમાં સૌથી ખાસ છે.
દુનિયાભરની સૌથી સારામાં સારી રેસ્ટોરન્ટની યાદી આવી ચૂકી છે. એવામાં જો તમે પણ વર્લ્ડ ટૂર પર નીકળવાનું વિચારી રહ્યા છો તો તમારી લિસ્ટમાં આ ડેસ્ટિનેશનની નોટ કરી લેજો. આ યાદીને બનાવનારનું કહેવું છે કે આવું કરવાથી તમને એક નવો અનુભવ મળશે.
આ રહ્યા દુનિયાના ટોપ 10 રેસ્ટોરન્ટ
1. નોમા Noma (કોપનહેગન, ડેનમાર્ક) 2. ગેરેનિયમ (કોપનહેગન, ડેનમાર્ક) 3. એસડોર એટક્સબરી (એટક્સોન્ડો, સ્પેન) 4. સેન્ટ્રલ (લિમા, પેરુ) 5. ડિફ્રુટર Disfrutar (બાર્સેલોના, સ્પેન) 6. ફ્રેન્ટજેન (સ્ટોકહોમ, સ્વીડન) ) 7. મેડો (લિમા, પેરુ) 8. ઓડેટ (સિંગાપોર) 9. પુજોલ (મેક્સિકો સિટી, મેક્સિકો) 10. ચેરમેન ધ ચેરમેન The Chairman (હોંગકોંગ, ચીન)
આવો અમે તમને આ બેસ્ટ 50 લિસ્ટના ટોપ 20 રેસ્ટોરન્ટના નામ જણાવીએ છીએ.
11. ડેન (ટોક્યો, જાપાન), 12. સ્ટેયરેક (વિયેના, ઓસ્ટ્રિયા), 13. ડોન જુલિયો (બ્યુનોસ એરેસ, આર્જેન્ટિના), 14. મુગારિત્ઝ (સાન સેબેસ્ટિયન, સ્પેન) 15. લિડો 84 (ગાર્ડોન રિવેરા, ઇટાલી), 16. એલ્કનો (ગેટ્રિયા, સ્પેન), 17. એ કાસા ડુ પોર્કો (સો પાઉલો, બ્રાઝિલ) 18. પિયાઝા ડુઓમો (આલ્બા, ઇટાલી) 19. નરીસાવા (ટોક્યો, જાપાન) 20. ડાઇવર્ક્સો (મેડ્રિડ, સ્પેન)
હવે 21માથી 40મા રેટિંગની વાત કરીએ તો વર્ષ 2021ની આ વિશેષ યાદીમાં 21મા ક્રમે - ફ્રાન્કો (સ્લોવેનિયા), 22મા ક્રમે કોસ્મે (ન્યુયોર્ક સિટી, યુએસએ), 23. અર્પેગે (પેરિસ, ફ્રાન્સ), 24મા ક્રમે, સેપ્ટાઈમ (પેરિસ, ફ્રાન્સ), 25. વ્હાઇટ રેબિટ White Rabbit (મોસ્કો, રશિયા), 26. લે કેલેન્ડ્રે (રુબાનો, ઇટાલી), 27. ક્વિન્ટોનીલ (મેક્સિકો સિટી, મેક્સિકો), 28. બેન્યુ (સાન ફ્રાન્સિસ્કો, યુએસએ), 29. રિલે (કેસ્ટેલ ડી સાંગ્રો, ઇટાલી), 30. ટ્વિન્સ ગાર્ડન (મોસ્કો, રશિયા), 31. ટિમ રાઉ (બર્લિન, જર્મની), 32. ધ ક્લોવ ક્લબ (લંડન, યુકે), 33. લાયલ (લંડન, યુકે), 34. બર્ન એન્ડ્સ (સિંગાપોર) ), 35. પોલ પાઇરેટ (શાંઘાઈ, ચીન), 36. હોફ વાન ક્લેવ (બેલ્જિયમ), 37. સિંગલ થ્રેડ (હીલ્સબર્ગ, કેલિફોર્નિયા, યુએસએ), 38. બોરાગો (સેન્ટિયાગો, ચિલી), 39 ફ્લોરિલેજ (ટોક્યો, જાપાન), 40. સુહરિંગ (બેંગકોક, થાઈલેન્ડ)ને સ્થાન મળ્યું છે.
સૌથી નીચા સ્થાનથી શરૂ કરીએ તો 41માંથી 50મા, 41મા ક્રમે એલિનો પેરિસ (પેરિસ, ફ્રાન્સ), 42મા ક્રમે બેલ્કેન્ટો (લિસ્બન, પોર્ટુગલ), 43મા ક્રમે એટોમિક્સ (ન્યૂ યોર્ક) , 44. લે બર્નાર્ડિન (ન્યૂ યોર્ક) , 45માં ક્રમે નોબેલહાર્ટ (બર્લિન, જર્મની), 46માં ક્રમે પરલિયો (બોગોટા, કોલંબિયા) અને 47માં ક્રમે મેમો (ઓસ્લો, નોર્વે), 48માં ક્રમે એટેલિયર ક્રેન (સાન ફ્રાન્સિસ્કો, યુએસએ) અને 49માં ક્રમે Azurmendi (સ્પેન) અને 50મા નંબરે વુલ્ફગેટ (દક્ષિણ આફ્રિકા)ને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સની આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેથી તે સ્પષ્ટ છે કે TOP WORLD'S BEST 50 Restaurants ની આ સૂચિમાં કોઈ ભારતીય રેસ્ટોરન્ટને સ્થાન મળ્યું નથી.
'નોમા' ના શેફ રેને રેડઝેપી દર વર્ષે તેમના ગ્રાહકો માટે ત્રણ મેનુ તૈયાર કરે છે. સિઝનના આધારે મેનુ બદલાય છે. મેનુમાં મુખ્ય મેનુમાં સીફૂડ, શાકભાજી અને બાકીનું નોન-વેજ છે. દરેક મેનૂમાં લગભગ 20 વાનગીઓ હોય છે જે ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં જઈને તમને એક અલગ જ અનુભવ મળશે. નંબર 1 એવોર્ડ જીત્યા પછી નોમાના શેફ રેને રેડઝેપીએ કહ્યું કે જ્યારે અમે વર્ષ 2010માં વિજેતા બન્યા ત્યારે અમારી વેબસાઇટ સંપૂર્ણપણે ક્રેશ થઈ ગઈ હતી. વિશ્વભરના લોકોએ અમારી વેબસાઇટની મુલાકાત લીધી હતી.
વિશ્વની નંબર 1 રેસ્ટોરન્ટ નોમા શેફ રેને રેડઝેપી દ્વારા ચલાવવામાં આવે છે અને આ સ્થાપના તેની 'ન્યૂ નોર્ડિક ડિશ' માટે પ્રખ્યાત છે. આ તમામ 50 રેસ્ટોરન્ટને તેમની સર્વિસ અને ફૂડના આધારે ટોપ 50માં સ્થાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ યાદી બહાર પાડવામાં આવી ન હતી. યુકે સ્થિત સંસ્થા વિલિયમ રીડ મીડિયા દ્વારા વિશ્વની 50 શ્રેષ્ઠ રેસ્ટોરાંની યાદી બહાર પાડવામાં આવી છે.
Trending Photos