ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર આ છ વિદેશી ક્રિકેટરો

કોઈપણ દેશની તુલનામાં ભારતમાં ક્રિકેટને રમત સિવાય પણ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં લોકો જેટલા કોઈ મોટા રાજનેતાઓ કે અભિનેતાઓને પસંદ કરતા નથી તેનાથી વધુ ભારતીય ટીમ માટે રમતા ક્રિકેટરોને પસંદ કરે છે. આ વાતનો પૂરાવો આ ક્રિકેટરોના ટ્વીટર એકાઉન્ટ આપે છે, જેમાં ઘણા મિલિટન ફોલોઅર્સ છે. 

ભારતીય ક્રિકેટર પણ આ વાતને જાણે છે અને તે દરેક મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને દર્શકોના મનને ખુશ કરવા ઈચ્છે છે. આ જ કારણ છે કે આજે ભારતીય ક્રિકેટ ટીમ તમામ ફોર્મેટમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ માનવામાં આવે છે. ભારતીય લોકો ખાસ કરીને મહિલાઓ ક્રિકેટરોની એટલી દિવાની છે કે તે આ ક્રિકેટરોની જીવન સાથી બનવા ઈચ્છે છે. તેમાંથી કેટલિક મહિલાઓએ તો ભારતીય ક્રિકેટરો જ નહીં પરંતુ વિદેશી ક્રિકેટરોને પોતાના જીવન સાથી બનાવ્યા છે. આવો જાણી લઈએ 6 વિદેશી ક્રિકેટર વિશે જેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યાં.. 

શોએબ મલિક અને સાનિયા મિર્ઝા

1/6
image

વર્તમાનમાં પાકિસ્તાન ટીમના ક્રિકેટર અને ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ લગ્ન કર્યાં હતા. બંન્નેએ 2010માં એક થવાનો નિર્ણય કર્યો હતો. 

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર શોએબ મલિક 1999થી અત્યાર સુધી રમી રહ્યો છે. આ દરમિયાન તેણે 35 ટેસ્ટ મેચોમાં 1898 રન બનાવ્યા જેમાં ત્રણ સદી સામેલ છે. જ્યારે વનડે ક્રિકેટમાં તેણે 271 મેચોમાં 7266 રન બનાવ્યા, જેમાં 9 સદી સામેલ છે. બેટિંગ સિવાય બોલિંગમાં પણ મલિકે પાકિસ્તાન ટીમને મદદ કરી છે. 35 ટેસ્ટ અને 271 વનડેમાં મલિકે ક્રમશઃ 32 અને 156 વિકેટ ઝડપી છે. 

સાનિયા મિર્ઝાનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. સાનિયા મિર્ઝાએ ટેનિસમાં ઘણા મોટા ટાઇટલ પોતાના નામે કર્યાં છે. તે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પણ જીતી ચુકી છે. 

ઝહીર અબ્બાસ અને રીતા લૂથરા

2/6
image

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસે ભારતીય મૂળની મહિલા રીતા લૂથરા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને વચ્ચે લગ્ન 1988માં થયા ત્યારબાદ રીતા લૂથરાએ પોતાનું નામ બદલીને સમીના અબ્બાસ કરી લીધું હતું. જમણેરી બેટ્સમેન હતો. અબ્બાસે 78 ટેસ્ટ મેચમાં 12 સદી સહિત 5062 રન બનાવ્યા જ્યારે 62 વનડે મેચમાં સાત સદી સદિત 2572 રન બનાવ્યા હતા. ઝહીર અબ્બાસનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 274 રન છે, જ્યારે વનડે ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 153 રન છે. ઝહીર અબ્બાસને એશિયાના ડોન બ્રેડમેન કહેવામાં આવે છે. 

ઝહીર અબ્બાસ અને રીતા લૂથરાની પ્રથમ મુકાલાત ઈંગ્લેન્ડમાં થઈ હતી. ત્યારબાદ બંન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. વર્તમાનમાં બંન્ને પાકિસ્તાનમાં રહે છે. 

મુથૈયા મુરલીધરન અને મધિમલાર રામામૂર્તિ

3/6
image

મુથૈયા મુરલીધરન શ્રીલંકા જ નહીં પરંતુ વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરોમાંથી એક છે. મુથૈયા મુરલીધરને ચેન્નઈની મધિમલાર રામામૂર્તિ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. 

મુરલીધરન ક્રિકેટ ઈતિહાસમાં પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. મુરલીધરને શ્રીલંકા માટે 133 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 800 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમિયાન તેણે એક ટેસ્ટ મેચમાં 22 વખત 10 વિકેટથી વધુ વિકેટ ઝડપી હતી. મુરલીધરને 350 વનડે મેચ રમી હતી, જેમાં તે 534 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શ્રીલંકા સિવાય મુરલી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ ટીમ તરફથી રમી ચુક્યો છે. 

મુથૈયા મુરલીધરન અને મધિમલાર રામમૂર્તિના લગ્ન માર્ચ 2005માં ચેન્નઈમાં થયા હતા. મધિમલાર રામમૂર્તિ ચેન્નઈના જાણીતા ડોક્ટર રામામૂર્તિની પુત્રી છે. 

શોન ટેટ અને માશૂમ સિંઘા

4/6
image

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શોન ટેટે ભારતીય મોડલ માશૂમ સિંઘા સાથે લગ્ન કર્યાં છે. 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ જૂન 2014માં ટેટ અને માશૂમ સિંઘાએ એક થવાનો નિર્ણય લીધો હતો. 

શોન ટેટ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મેચ રમી ચુક્યો છે. શોન ટેટે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત 2005માં કરી હતી. ત્યારબાદ તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર 3 ટેસ્ટ મેચ રમી, જેમાં 5 વિકેટ ઝડપી હતી. તો 35 વનડે મેચમાં તેણે 23ની એવરેજથી 62 વિકેટ પોતાના નામે કરી હતી. 

ભારતીય મોડલ માશૂમ સિંઘા મુંબઈની છે. જ્યારે શોન ટેટ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી રમતો હતો ત્યારે તેની મુલાકાત માશૂમ સિંઘા સાથે થઈ હતી. 

મોહનિસ ખાન અને રીના રોય

5/6
image

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહનિસ ખાન અને રીના રોય વચ્ચે લગ્ન સંબંધ રહી ચુક્યો છે. મોહનિસ ખાન અને રીના રોયે 1983માં લગ્ન કર્યા હતા. 

મોહનિસ ખાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બેટ્સમેન હતો. જેણે 1977થી 1986 સુધી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમી હતી. આ દરમિયાન મોહસિન ખાને 48 ટેસ્ટ મેચોમાં 7 સદી સહિત 2709 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 200 રન રહ્યો હતો. વનડે ક્રિકેટમાં 75 મેચ રમીને મોહસિન ખાને 1877 રન બનાવ્યા, જેમાં 6 સદી સામેલ છે. 

રીના રોય ભારતીય સિનેમા જગતની જાણીતી અભિનેત્રી છે, જેને અપનાપન, નાગિન અને આશા મૂવીમાં કામ કર્યું છે. લગ્નના થોડા સમય બાદ બંન્નેએ છૂટાછેડા લઈ લીધા હતા. 

ગ્લેન ટર્નર અને સુખિંદર કૌર

6/6
image

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્લેન મેટલેન્ડ ટર્નરે ભારતીય મૂળની મહિલા સુખિંદર કૌર સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેનું નામ સુખી ટર્નર થઈ ગયું. જુલાઈ 1973ના ગ્લેન ટર્નર અને સુખિંદર કૌરે લગ્ન કર્યા હતા, ત્યારબાદથી તે ન્યૂઝીલેન્ડમાં છે. 

1970ના દાયકામાં ગ્લેન ટર્નર ન્યૂઝીલેન્ડની ટીમ માટે ક્રિકેટ રમતા હતા. ગ્લેન ટર્નર મૂળ રૂપથી એક ડાબોડી બેટ્સમેન હતા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યૂઝીલેન્ડ ટીમ માટે 41 ટેસ્ટ મેચમાં સાત સદી સાથે 2991 રન બનાવ્યા છે. જ્યારે 41 વનડેમાં 3 સદી સહિત 1598 રન બનાવ્યા છે. 1983માં તેમણે છેલ્લીવાર કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. 

સુખિંદર કૌરનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. લગ્ન બાદ તે ડુનેડિન ન્યૂઝીલેન્ડ જતી રહી હતી, જ્યાં તે ડુનેડિન શહેરની મેયર પણ બની હતી.