Photos: એક ટિકિટનો ભાવ 37 લાખ રૂપિયા! જુઓ ભારતની આ સૌથી વૈભવી ટ્રેન

આ પ્રેસિડેન્સિયલ ટ્રેનમાં બુલેટપ્રૂફ કાચ સહિત તમામ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે. જો કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ જો ઇચ્છે તો આ વૈભવી ટ્રેનમાં મુસાફરીનો આનંદ માણી શકે છે.

નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, તેઓ દિલ્હીથી તેમના જન્મ સ્થળ કાનપુર એક સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરશે. આ પ્રેસિડેન્સિયલ ટ્રેનમાં બુલેટપ્રૂફ કાચ સહિત તમામ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે. જો કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ જો ઇચ્છે તો આ વૈભવી ટ્રેનમાં મુસાફરીનો આનંદ માણી શકે છે.

મહારાજા એક્સપ્રેસ

1/5
image

મહારાજા એક્સપ્રેસ દિલ્હીથી આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઇ વચ્ચે યાત્રા કરે છે. મહારાજા એક્સપ્રેસની લોકપ્રિયતાનો અંદાજ તમે આ રીતે લગાવી શકો છો કે, તે વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સના 2012 થી 2018 સુધી વર્લ્ડની ટોપ વૈભવી ટ્રેનના એવોર્ડ મેળવ્યા છે. આ ટ્રેનમાં એક લોન્જ બાર, બે રેસ્ટોરન્ટ્સ, સફારી બાર, લાયબ્રેરી જેવી સુવિધા છે. આ ટ્રેનનું 6 રાત અને 7 દિવસના ડિલક્સ કેબિનનું ભાડુ 8 લાખ 94 હજાર રૂપિયા છે. ત્યારે પ્રેસિડેન્સિયલ સ્યુટની કિંમત 37 લાખ 93 હજાર રૂપિયા છે. જો કે, 4 દિવસ અને 3 રાત માટે ડિલક્સ કેબિનનું ભાડુ 5 લાખ 41 હજાર અને પ્રેસિડેન્સિયલ સુઈટનું ભાડુ 20 લાખ 64 હજાર રૂપિયા છે.

ગોલ્ડન શેરિઅટ

2/5
image

ગોલ્ડન શેરિઅટ દ્વારા બેંગ્લોરથી હંપી, ગોવા અને મૈસુર જેવી જગ્યાઓ પર યાત્રા કરી શકો છો. આ ટ્રેનમાં સ્પા, જીમ અને રેસ્ટોરન્ટ્સ જેવી સુવીધાઓ પણ છે. આ વૈભવી ટ્રેનમાં લક્ઝ્યુરિયસ કેબિન અને ડિલક્સ કેબિન ડબલની પણ સુવિધા છે. ગોલ્ડન શેરિઅટમાં 6 રાત અને 7 દિવસનો ખર્ચ 5 લાખ 88 હજાર રૂપિયા છે. જ્યારે 3 રાત અને 4 દિવસનો ખર્ચ 3 લાખ 36 હજાર રૂપિયા છે.

પેલેસ ઓન વ્હીલસ

3/5
image

પેલેસ ઓન વ્હીલસ નામની આ વૈભવી ટ્રેન દિલ્હીથી ગુજરાત થઈ રાજસ્થાનના રણ વિસ્તારમાંથી પસાર થયા છે. આ ટ્રેનમાં 39 ડિલક્સ કેબિન છે અને 2 સુપર ડિલક્સ કેબિન છે. તેમાં બે રેસ્ટોરન્ટ્સ બાર છે. સાથે આયુર્વેદિક સ્પાની પણ સુવિધા છે. આ ટ્રેનમાં 7 રાત ડિલક્સ કેબિનનો ખર્ચ 5 લાખ 23 હજાર રૂપિયા છે. ત્યારે 7 નાઈટ સુપર ડિલક્સ કેબિનનો ખર્ચ 9 લાખ 45 હજાર રૂપિયા છે.

બુદ્ધા એક્સપ્રેસ

4/5
image

બુદ્ધા એક્સપ્રેસ દ્વારા મધ્ય પ્રદેશ અને બિહારના સુંદર ટૂરિસ્ટ લોકેશન્સ માણી શકાય છે. આમાં બોધ ગયા, રાજગીર અને નાલંદા જેવા સ્થાનો શામેલ છે. આ ટ્રેનના દરેક કોચમાં પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે અને તેમાં સિસિટીવી કેમેરા પણ છે. આ ઉપરાંત એક નાની લાઈબ્રેરી, રેસ્ટોરન્ટ્સ અને લેગ મસાજ જેવી સુવિધાઓ પણ છે. આ ટ્રેનામાં એક રાતનું ભાડું 12 હજાર ત્યારે 7 રાતનું ભાડુ 86 હજાર રૂપિયા છે.

ડેક્કન ઓડિસી

5/5
image

ડેક્કન ઓડિસી દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત જેવી જગ્યાઓની યાત્રા કરી શકાય છે. આ ટ્રેન તેના રોયલ બ્લૂ કલરના કારણે પણ ચર્ચામાં છે. આ વૈભવી ટ્રેનમાં બાર, લોન્જ, સ્પા અને કોન્ફ્રન્સ રૂમ જેવી પણ સુવિધાઓ છે.