Bengaluru: Aero India 2021 દ્વારા ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ, જુઓ જુસ્સો વધારનારા PHOTOS

રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા 2021 શોનું ઉદ્ધાટન કર્યું. આ વખતના શોની 13મી શ્રેણીનો શંખનાદ થયો. આ શો દર બે વર્ષે એકવાર થાય છે. જ્યાં દુનિયાભરના રક્ષાક્ષેત્રના અધિકારીઓ અને કંપનીઓનો તાલમેળ હોય છે. અહીં ડિફેન્સની ડીલ થાય છે. આ વખતનો શો ખુબ ખાસ છે. ભારતીય વાયુસેનાની તાકાત જોઈને દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનના હાજા ગગડી જશે. 

બેંગ્લુરુ: રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા 2021 શોનું ઉદ્ધાટન કર્યું. આ વખતના શોની 13મી શ્રેણીનો શંખનાદ થયો. આ શો દર બે વર્ષે એકવાર થાય છે. જ્યાં દુનિયાભરના રક્ષાક્ષેત્રના અધિકારીઓ અને કંપનીઓનો તાલમેળ હોય છે. અહીં ડિફેન્સની ડીલ થાય છે. આ વખતનો શો ખુબ ખાસ છે. ભારતીય વાયુસેનાની તાકાત જોઈને દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનના હાજા ગગડી જશે. 

એરો ઈન્ડિયા 2021

1/6
image

ત્રણ દિવસનો આ એર શો પાંચ ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ કાર્યક્રમમાં ભારતનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે.   

એરો ઈન્ડિયા શોની 13મી એડિશન

2/6
image

એરો ઈન્ડિયા શો 2021 માં ભારતીય વાયુસેનાના સૂર્ય કિરણ એરોબેટિક અને સારંગ હેલિકોપ્ટરની એક ટીમે પ્રદર્શન કર્યું. 

રક્ષામંત્રીએ કર્યું ઉદ્ધાટન

3/6
image

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઔપચારિક રીતે આ શોની શરૂઆત કરતા કહ્યું કે મને વિશ્વાસ છે કે આ ત્રણ દિવસ ખુબ જ પ્રોડક્ટિવ સાબિત થશે. આ સાથે જ આ શો આત્મનિર્ભર ભારતના સપનાને વધુ તાકાત આપશે. 

ભારતના વાયુવીરોનો દમ

4/6
image

ત્રણ દિવસના આયોજનમાં લગભગ 50 દેશોએ ભાગ લીધો છે. આયોજનમાં કોવિડ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રખાયું છે. 

દુનિયાના સૌથી ખતનાક બોમ્બર વિમાન B-1B

5/6
image

આ શોમાં અમેરિકાથી આવેલા દુનિયાના સૌથી ખતરનાક બોમ્બર વિમાનો B-1B લાન્સરે પણ ફ્લાય બાય કર્યું. સાઉથ ડકોટાના એલ્સવર્થ એર ફોર્સબેસના 28માં બોમ્બ વિંગનું આ લાંબા અંતરનું બોમ્બવર્ષક કોઈ પણ પ્રકારના ગાઈડેડ અને પરંપરાગત હથિયાર લઈ જવામાં સક્ષમ છે. 

પાંચમી પેઢીના વિમાનની ઝલક

6/6
image

શોની શરૂઆતના પહેલા દિવસે એરક્રાફ્ટ્સે આત્મનિર્ભર નિર્માલમાં ફ્લાય પાસ્ટ કરી. આયોજન દરમિયાન ભારતમાં નિર્માણધીન પાંચમી પેઢીના વિમાનની એક ઝલક પણ જોવા મળી. DRDO ના જણાવ્યાં મુજબ આ મલ્ટીરોલ ફાઈટર પ્લેન હશે.