Adipurush Cast Fees: વિવાદ વચ્ચે જાણી લો 'આદિપુરૂષ'ના સ્ટાર કાસ્ટની ફી, માત્ર પ્રભાસની ફી સાંભળી ચોંકી જશો

Adipurush Star Cast Fees: પ્રભાસ, કૃતિ સેસન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરૂષનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. લોકો ન માત્ર ફિલ્મના વીએફએક્સને ખરાબ ગણાવી રહ્યાં છે પરંતુ રાવણ બનેલા સૈફ અલી ખાનના લુકને લઈને પણ મેકર્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. બધા જાણે છે કે આ એક બિગ બજેટ ફિલ્મ છે જેને બનાવવામાં પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યાં છે. અહીં જાણો ફિલ્મના કલાકારોની ફી  કેટલી છે. 

1/6
image

આદિપુરૂષને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે, જેમાં પ્રભાસ શ્રી રામની ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં પ્રભાસે પોતાની ભૂમિકા માટે 100 કરોડની ફી લીધી છે. ત્યારબાદ પ્રભાસ  સૌથી વધુ ફી લેનારો એક્ટર બની ગયો છે. 

2/6
image

ફિલ્મમાં કૃતિ સેનન સીતાની ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આદિપુરૂષ માટે કૃતિએ ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે. 

3/6
image

આદિપુરૂષમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ભલે ફેન્સને સૈફ અલી ખાનનું રાવણ રૂપ પસંદ ન આપ્યું પરંતુ તે માટે તેણે મોટી રકમ લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાવણના રોલ માટે સૈફે 12 કરોડ રૂપિયા ફી લીધી છે. 

4/6
image

ફિલ્મમાં એક્ટર સની સિંહ રામ જીના નાના ભાઈ લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પાત્ર માટે સની સિંહને 1.5 કરોડ રૂપિયા મળ્યા છે. 

5/6
image

ફિલ્મમાં જન્નત ગર્લ સોનલ ચૌહાણ (Sonal Chauhan) પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સોનલે 50 લાખ રૂપિયા ચાર્જ લીધો છે. 

6/6
image

તમને જણાવી દઈએ કે આદિપુરૂષ 12 જાન્યુઆરી 2023ના રિલીઝ થશે. ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગૂ ભાષામાં પણ રિલીઝ થશે.