એક વર્ષ બાદ સૂર્ય-મંગળની યુતિ, આ ત્રણ જાતકોની દિવાળી સુધરી જશે, અચાનક થશે ધનલાભ

Sun-Mars Conjunction: સૂર્ય તથા મંગળ ગ્રહની યુતિ ઘણા રાશિના જાતકોને શુભ પરિણામ અપાવી શકે છે. તુલા રાશિમાં 16 નવેમ્બર સુધી બનનાર ગ્રહોની યુતિ જાણો કયાં જાતકો માટે લાભકારી રહેશે. 
 

મંગળ-સૂર્ય યુતિ

1/5
image

Surya and Mangal Yuti 2023: વર્તમાનમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળની તુલા રાશિમાં યુતિ બનેલી છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, તેજ તથા બળ વગેરેના કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ સાહસ, પરિશ્રમ અને શક્તિનો કારક માનવામાં આવે છે. મંગળ તુલા રાશિમાં 16 નવેમ્બર અને સૂર્ય 17 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. ત્યારબાદ બંને ગ્રહો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે. તેવામાં સૂર્ય તથા મંગળની તુલા રાશિમાં યુતિ 16 નવેમ્બર સુધી રહેશે. જાણો મંગળ તથા સૂર્ય કયાં જાતકો માટે લાવશે ખુશખબરી. 

મેષ રાશિ

2/5
image

મંગળ-સૂર્યની યુતિ મેષ રાશિના જાતકોને આર્થિક લાભ આપી શકે છે. 16 નવેમ્બરે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પૂરા થશે. સૂર્ય તથા મંગળ એક સાથે હોવાથી મેષ રાશિના જાતકોને કરિયરમાં સારી તકો પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓને આ સમયમાં નફો થઈ શકે છે. 

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિના જાતકોને સૂર્ય તથા મંગળ ગ્રહની યુતિથી જબરદસ્ત નાણાકીય સફળતા મળી શકે છે. આ દરમિયાન તમારૂ ભાગ્ય ચમકવાની સંભાવના છે. સૂર્ય-મંગળ યુતિ દરમિયાન તમને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. સૂર્યનો પ્રભાવ, મંગળની નિર્ભીકતાની સાથે, સિંહ રાશિના જાતકોને ચર્ચામાં લાવશે. તમે ક્રિએટિવિટીમાં સફળતા હાસિલ કરશો. આવક માટે નવા સ્ત્રોત શોધી શકો છો.   

વૃશ્ચિક રાશિ

4/5
image

વૃશ્ચિક રાશિના જાતકો આ સમયમાં ધનની બચત કરવામાં સફળ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો આ સમયે પોતાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ. તમારા વિરોધી પરાસ્ત થશે. પોઝિટિવિટીનો માહોલ રહેશે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. સૂર્ય તથા મંગળ ગ્રહની યુતિથી વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યસ્થળ પર પ્રશંસા મળી શકે છે. 

5/5
image

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)