છપ્પરફાડ Deals! 200 રૂપિયાથી ઓછામાં ખરીદો આ ધમાકેદાર Smartphones, જાણો કેવી રીતે
નવી દિલ્હી: લોકપ્રિય ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આજે એટલે કે 22 માર્ચ, 2022થી ખાસ સ્માર્ટફોન સેલ,મોબાઇલ સેવિંગ્સ ડેઝ શરૂ થઇ ગઇ છે. જેમાં તમને તમામ બ્રાંડ્સના સ્માર્ટફોન્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આજે અમે તમને આ સેલમાં સામેલ કેટલીક એવી ઓફર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેથી તમે કમાલના સ્માર્ટફોન્સને 200 રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો.
Oppo A31
ઓપ્પોનો આ 128GB સ્ટોરેજવાળો ફોન 12,989 રૂપિયામાં મળી રહ્યો છે જ્યારે તેની મૂળ કિંમત 15,990 રૂપિયા છે. તમે HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 650 બચાવી શકો છો અને તમે એક્સચેન્જ ઓફરનો સંપૂર્ણ લાભ મેળવીને રૂ. 12,200 બચાવી શકો છો. આ ફોન તમને આ રીતે ફક્ત 39 રૂપિયામાં મળી શકે છે.
સેમસંગ ગેલેક્સી M12
જબરદસ્ત બેટરીવાળો સેમસંગનો આ 4G સ્માર્ટફોન 12,999 રૂપિયાના બદલે 10,499 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો તમે HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરો છો, તો તમને 525 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને જો તમને એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મળશે તો તમે 9,900 રૂપિયાની બચત કરી શકશો. આ બંને ઑફર્સ પછી આ સેમસંગ ફોનની કિંમત તમારા માટે 74 રૂપિયા થઈ જશે.
રેડમી નોટ 10 પ્રો
19,999 રૂપિયાની કિંમતવાળા આ રેડમીના સ્માર્ટફોનને Amazon પર 16,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. અહીં તમને એક હજાર રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 850 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મેળવીને તમે 15,000 રૂપિયા વધુ બચાવી શકો છો. તમે 149 રૂપિયામાં Redmi Note 10 Pro ખરીદી શકો છો.
રિયલમી નારઝો 50
રિયલમીનો આ 50MP ના મેન કેમેરાવાળો સ્માર્ટફોન 15,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તમે HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ.650 બચાવી શકો છો અને સંપૂર્ણ એક્સચેન્જ ઓફરનો લાભ લઈને તમે રૂ.12,200 બચાવી શકો છો. આ રીતે, તમે આ સ્માર્ટફોનને માત્ર 149 રૂપિયામાં ખરીદી શકો છો.
વીવો Y15s
મજબૂત ડિસ્પ્લે સાથે Vivo Y15s ને 13,990 રૂપિયાના બદલે 10,990 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જો તમે HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 550 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મેળવવા પર તમે 10,250 રૂપિયાની બચત કરી શકશો. તમે આ Vivo સ્માર્ટફોનને 190 રૂપિયામાં ઘરે લઈ જઈ શકશો.
Trending Photos