ફૂલોથી શણગારેલી કાર, 10 કરોડની ગાડીમાં રાધિકા સાથે લગ્ન કરવા પહોંચ્યો અનંત અંબાણી, જુઓ જાનના PHOTOS

Anant Ambani Baraat: અનંત અંબાણી પોતાના લગ્ન માટે એન્ટીલિયાથી જાન લઈ રવાના થયો છે. ઓરેન્જ કલરની ચમકતી કારમાં ગોલ્ડન કલરની શેરવાની પહેરી અનંત જોવા મળ્યો છે. અનંતની કારને પણ જોરદાર રીતે શણગારવામાં આવી છે. 
 

મોગરાના ફૂલોથી શણગારેલી કાર

1/5
image

ઓરેન્જ કલરની આ ચમકતી કાર ફૂલોની ચાદરથી ઢાંકેલી જોવા મળી છે. કારને સુંદર રીતે શણગારવામાં આવી છે. કારના બોનેટ પર સ્વસ્તિક બનાવવામાં આવ્યું છે. 

 

આગળ બેઠેલો જોવા મળ્યો અનંત

2/5
image

આ કારને શણગારવામાં મોગરાનો ઉપયોગ થયો છે. આ સાથે લાલ અને નારંગી કલરના ફૂલનો ઉપયોગ કારને ડેકોરેટ કરવામાં આવ્યો છે. આ ગાડીમાં આગળની તરફ અનંત બેઠો છે.

કિંમત 10 કરોડ

3/5
image

અનંત અંબાણી જે કારમાં રાધિકાને લેવા માટે પહોંચ્યો છે તેની કિંમત કરોડોમાં છે. આ કાર રોલ્સ રોયસની છે, જેની કિંમત 8-10 કરોડ રૂપિયા છે.

 

શેરવાની સાથે સ્પોર્ટ્સ શૂઝ

4/5
image

લગ્નમાં વરરાજા અનંત અંબાણીએ ગોલ્ડન અને ઓરેન્જ કલરની શેરવાની પહેરી. આ સાથે વ્હાઇટ કલરનો પજામો પહેર્યો છે. ખાસ વાત છે કે શેરવાની સાથે અનંતે સ્પોર્ટસ શૂઝ પહેર્યાં છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. 

ટાઈટ સિક્યોરિટી

5/5
image

અનંત અંબાણી એન્ટીલિયાથી બહાર આવતાની સાથે જ આસપાસ કડક સુરક્ષા જોવા મળી હતી. અનંત અને રાધિકાના લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થઈ રહ્યા છે. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપશે.