સંગીત, ગૃહ પૂજા, 7 ફેરા અને 2 રિસેપ્શન, 14 જુલાઈ સુધી ચાલશે અનંત-રાધિકાના લગ્નનો જશ્ન, આવી ગયો સંપૂર્ણ કાર્યક્રમ

Anant Ambani-Radhika Merchant's wedding Funtion: અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નનો જશ્ન શરૂ થઈ ગયો છે. હવે લગ્નનું કેલેન્ડર સામે આવી ગયું છે, ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે અંબાણી પરિવારના ઘર પર શું ફંક્શન થવાના છે. આવો તમને જણાવીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નનો કાર્યક્રમ..
 

આવી ગયો શુભ લગ્નનો કાર્યક્રમ

1/6
image

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન છે. હવે અનંત અંબાણી-રાધિકા મર્ચંટના લગ્નની ડિટેલ સામે આવી છે. અંતે શું-શું કાર્યક્રમ થવાના છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ પહેલા અંબાણી પરિવારે 50 કપલના સામૂહિક લગ્નના કાર્યક્રમનું આયોજન કર્યું અને પછી એન્ટીલિયામાં મામેરૂ વિધિ થઈ હતી. હવે આવો તમને જણાવીએ 14 જુલાઈ સુધી કયાં-કયાં કાર્યક્રમ યોજાવાના છે.  

3 જુલાઈથી શરૂ થયા ફંક્શન

2/6
image

અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની વેડિંગ સેરેમનીના શેજ્યૂલની વાત કરીએ તો આ ફંક્શન 3 જુલાઈથી શરૂ થયા હતા. 12 જુલાઈએ બંને સાત ફેરા લેશે અને 14 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમ જોવા મળશે. બે પ્રી વેડિંગ ફંક્શન કર્યા બાદ કપલ મુંબઈમાં ગ્રાન્ડ મેરેજ કરવાના છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની સંગીત સેરેમની

3/6
image

નીતા અંબાણીના નાના પુત્ર અનંદ અંબાણીના લગ્ન પરિવારે ધૂમધામથી કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં 5 જુલાઈથી પ્રી-વેડિંગની ધુઆંધાર શરૂઆત થઈ છે. શુક્રવારની રાત્રે સંગીત સેરેમની છે, તે માટે આંતરરાષ્ટ્રીય સ્ટાર જસ્ટિન બીબર પણ ભારત આવી ગયો છે. સંગીત સેરેમનીમાં બોલીવુડની ધૂમ પણ જોવા મળી શકે છે.   

લગ્નનો કાર્યક્રમ

4/6
image

વાત પૂજા-પાછની કરીએ તો પરિવારમાં 8 જુલાઈએ ગૃહ પૂજા થશે. જ્યાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 10 જુલાઈએ શિવ પૂજા થશે, જે કપલની નવી જિંદગીની શરૂઆતની કામના કરવા માટે રાખવામાં આવી છે. આ રાત્રે એક પાર્ટી છે, જ્યાં યુવાનોની ધૂમ જોવા મળશે.   

અનંત-રાધિકા લગ્ન

5/6
image

વાત કરીએ લગ્નની તો અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્ન એન્ટીલિયામાં થશે. અહીં શુભ લગ્ન સંપન્ન થશે. ત્યારબાદ 13 જુલાઈએ આશીર્વાદ સમારોહ રાખવામાં આવ્યો છે, જેને મિની રિસેપ્શન કહી શકાય. તે નીતા મુકેશ અંબાણી કન્વેન્શનલ સેન્ટરમાં યોજાશે. પછી 14 જુલાઈએ અહીં એક મોટું રિસેપ્શન યોજાશે, જ્યાં બોલીવુડ હસ્તિઓને પણ બોલાવવામાં આવી છે. 

અનંત-રાધિકાના લગ્નનો સંપૂર્ણ કાર્યક્રમ

6/6
image

3 જુલાઇ - મામેરૂ અને ગરબા નાઇટ 5મી જુલાઈ - સંગીત સમારોહ 8મી જુલાઈ - ગૃહ પૂજા 10મી જુલાઈ - શિવ પૂજા 10મી જુલાઈની રાત્રિ - યંગસ્ટર્સ પાર્ટી 12મી જુલાઈ- શુભ લગ્ન જુલાઈ 13 - મિની રિસેપ્શન (આશીર્વાદ) જુલાઈ 14 - બીજુ રિસેપ્શન