Iftar Party: બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા,શહેનાઝ ગિલ આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS

Celebs Photos Baba Siddiqui Iftar Party: દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા સિદ્દીકીએ ગઈકાલે રાત્રે મુંબઈની એક મોટી હોટલમાં 'ઈફ્તાર પાર્ટી'નું આયોજન કર્યું હતું, જેમાં ટીવી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા અને પ્રખ્યાત સ્ટાર્સ હાજર રહ્યા હતા. આવો એક નજર કરીએ સ્ટાર્સના ગ્લેમરસ લુક પર...

તેજસ્વી પ્રકાશ

1/5
image

તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે ઈફ્તાર પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. અહીં તમે જોઈ શકો છો કે ભારતીય લુકને છોડીને તેજસ્વી સફેદ પેન્ટસૂટમાં જોવા મળી હતી.  

શહેનાઝ ગિલ

2/5
image

'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મથી ડેબ્યૂ કરનાર શહેનાઝ ગિલ પણ આ ઈફ્તાર પાર્ટીમાં તેના ભાઈ શહેબાઝ સાથે ઝરી સૂટ પહેરીને પહોંચી હતી.

પ્રીતિ ઝિન્ટા

3/5
image

આજકાલ આઈપીએલના કારણે સામાન્ય રીતે ક્રિકેટ સ્ટેડિયમોમાં જોવા મળતી બ્યુટીફૂલ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. પીળા શરારા સૂટમાં પ્રીતિ ખૂબ જ સુંદર લાગી રહી હતી.  

પલક તિવારી

4/5
image

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડીપ નેક બ્લાઉઝ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવ્યો છે.

ગૌહર ખાન

5/5
image

ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ ગૌહર ખાન, જે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે, તે પણ તેના પતિ સાથે પાર્ટીમાં પહોંચી હતી.