Bajaj ની આ સસ્તી બાઇક આપે છે 70kmpl થી વધુ માઇલેજ, કિંમત ફક્ત 70 હજારથી ઓછી

1/5
image

Bajaj CT 110X Price and Features:  દેશની અગ્રણી ટુ-વ્હીલર કંપની બજાજ બજારમાં અલગ-અલગ કિંમતની બાઇક વેચે છે. કંપનીની બજાજ પલ્સર સિરીઝ ગ્રાહકોને ઘણી પસંદ આવી રહી છે. પરંતુ જો તમે સસ્તી અને શાનદાર માઈલેજ ધરાવતી બાઇક શોધી રહ્યા છો, તો કંપની પાસે તેનો વિકલ્પ પણ છે. બજાજ માર્કેટમાં 70 હજારથી ઓછી કિંમતમાં સસ્તી બાઇક વેચે છે, જે 70kmpl સુધીની માઇલેજ આપે છે. આ બાઇકનું નામ Bajaj CT 110X છે.

2/5
image

આ કંપનીની સૌથી સસ્તી બાઇકોમાંથી એક છે. Bajaj CT 110X માત્ર એક વેરિઅન્ટમાં આવે છે. તેની કિંમત 67,322 રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) છે. આ બાઇક ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે - મેટ વાઇલ્ડ ગ્રીન, એબોની બ્લેક-રેડ અને એબોની બ્લેક-બ્લુ. Bajaj CT 110X TVS Radeon, TVS Sport, Hero HF Deluxe અને Hero Splendor Plus જેવી બાઇક સાથે સ્પર્ધા કરે છે.

3/5
image

ડિઝાઇનની વાત કરીએ તો બજાજ CT 110X ને બ્રેસ્ડ હેન્ડલબાર, ક્રેશ ગાર્ડ, મેટલ બેલી પેન, હેડલાઇટ ગાર્ડ, રબર ટેન્ક પેડ, બંને બાજુ ફ્લેટ ફૂટ રેસ્ટ, ઇન્ટિગ્રેટેડ પિલિયન ગ્રેબ રેલ સાથે ટેલ રેક મળે છે. આ બાઇક ટ્વીન પોડ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી સજ્જ છે, જેમાંથી એકમાં સ્પીડોમીટર અને બીજામાં ફ્યુઅલ ગેજ છે.

4/5
image

આ બાઇકમાં ઇલેક્ટ્રોનિક કાર્બ્યુરેટર સાથે 115.45cc એર-કૂલ્ડ એન્જિન છે. તે 7000rpm પર 8.6PS અને 5000rpm પર 9.81Nm જનરેટ કરે છે. એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેની ટોપ સ્પીડ 90 kmph છે. તેમાં એન્ટી સ્કિડ બ્રેકિંગ સાથે ડ્રમ બ્રેક્સ છે.

5/5
image

આ બાઈકમાં 127kg નું વજન, 170 mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 11-લીટર ફ્યુઅલ ટેન્ક મળે છે. તેને એન્જિન પ્રોટેક્શન માટે સર્કુલર બેલી પેન લાગેલી છે. બાઇકમાં આવા ટાયર આપવામાં આવ્યા છે, જે મુશ્કેલ રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે.