યુરિક એસિડમાં અમૃત સમાન છે સસ્તું ફળ, સાંધામાં રહેલા પ્યુરિનને કાઢી દેશે બહાર, જાણો કઈ રીતે કરશો સેવન

યુરિક એસિડ વધવાથી સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં સોજા, બળતરા જેવી ઘણી ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. તેથી સમય રહેતા તેના પર કંટ્રોલ કરવો જરૂરી છે.
 

યુરિક એસિડ

1/5
image

 યુરિક એસિડ વધે તો આપણે હાડકાં અને સાંધાની ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાઈ યુરિક એસિડથી દર્દીઓએ હંમેશા સાંધાના દુખાવા, સ્નાયુઓમાં સોજા અને બળતરા જેવી ઘણી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને યોગ્ય સમયે નિયંત્રિત કરવામાં ન આવે તો ગાઉટ અને આર્થરાઈટિસની શક્યતા વધી જાય છે. તેથી વધેલા યુરિક એસિડને ઘટાડવા ઈચ્છો છો તો દવાઓ સિવાય તમારા ડાયટમાં કેળાને પણ સામેલ કરો. કેળામાં એવા ગુણ હોય છે, જે યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ કઈ રીતે કેળા યુરિક એસિડને નિયંત્રિત કરવાનું કામ કરે છે સાથે તેનું સેવન ક્યારે અને કઈ રીતે કરવું જોઈએ.

યુરિક એસિડમાં ફાયદાકારક છે કેળા

2/5
image

કેળામાં પોટેશિયમની માત્રા સારી હોય છે, જે યુરિક એસિડને યુરિન દ્વારા કાઢી નાખે છે. આ સિવાય તેમાં પ્રોટીન અને પ્યુરિનની માત્રા ઓછી હોય છે, જેના કારણે તે યુરિક એસિડ દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી પણ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ છે અને લોહીમાં યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

આ રીતે કરો કેળાનું સેવન

3/5
image

યુરિક એસિડના દર્દીઓ દિવસમાં 3થી 4 કેળાનું સેવન કરી શકે છે. તમે દૂધની સાથે પણ તેનું સેવન કરી શકો છો. આ સિવાય શેક બનાવી પણ સેવન કરી શકો છો. તમે દિવસમાં ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો. બસ તે યાદ રાખો કે સવારે ખાલી પેટ અને રાતના સમયે તેનું સેવન ન કરો.  

કેળા ખાવાથી આ પરેશાનીમાં મળે છે રાહત

4/5
image

ફાઈબરથી ભરપૂર કેળાનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી થાય છે, જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે કબજીયાત અને બ્લોટિંગની ફરિયાદ રહેતી નથી. કેળામાં આયરન અને ફોલેટની માત્રા વધુ હોય છે, જેના કારણે એનીમિયાને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ અને કેરોટીનોયડથી ભરપૂર કેળા આંખની રોશનીમાં સુધાર કરવામાં મદદ કરી શકે છે.  

Disclaimer

5/5
image

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.