શિયાળાની સિઝનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો આ રહ્યું સસ્તાં બજેટમાં શાનદાર સ્થળોનું લિસ્ટ

ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે. એવામાં જો તમે શિયાળામાં હરવા-ફરવાનનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો આ સ્થળો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.

હાર્દિક મોદી, અમદાવાદઃ ઉત્તર ભારતમાં હિમવર્ષા હોય કે પછી રાજસ્થાનના કિલ્લા, કચ્છના રણોત્સવની મજા હોય કે પછી કશ્મીરની વાદીઓનું ભ્રમણ ઠંડીની સિઝનમાં તમે આ સ્થળો પર હરવા ફરવાની મજા માણી શકો છે. શિયાળો જાય તે પહેલા અચૂક મુલાકાત લો.ડિસેમ્બર મહિનાનો હવે આ છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો છે. અને હજુ પણ તમે ફરવાનો પ્લાન નથી બનાવ્યો તો કોઈ વાંધો નથી, હજુ મોડુ નથી થયું. ભારતમાં બરાબરનો શિયાળો હવે બેસી ગયો છે. અને કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે આખા વર્ષ દરમિયાન શિયાળામાં જ જશો તો તેની મજા કઈક અલગ જ હશે. કોરોના કાળ ચાલી રહ્યો છે એ પણ આપણે ભૂલવાનું નથી. એટલે કોઈ પણ પ્રવાસન સ્થળની આપ મુલાકાત લો તો સૌથી પહેલા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જાણીએ કેટલાક એવા પ્રવાસન સ્થળની જેની આ સીઝનમાં અચૂક મુલાકાત લેવી જોઈએ.આ તમામ સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન સાથે આપ મુલાકાત લઈ શકો છો.

 

દાર્જિલિંગ

1/6
image

પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ પર્વતોની રાણી તરીકે ઓળખાય છે. શિયાળામાં દાર્જિલિંગમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાય છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્કળ પ્રવાસીઓ આવતા હોય છે. જો તમારે શિયાળામાં દાર્જિલિંગ જવું હોય તો તે એક સારો વિકલ્પ છે. ઓછા પ્રવાસીઓના કારણે તમારા બજેટ માટે ફાયદાકારક છે. દાર્જિલિંગમાં 4 નાઈટ્સ 5 ડેઝમાં કપલ માટે 15 હજારથી 20 હજાર કમસેકમ બજેટ રાખવું

મસૂરી

2/6
image

ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં શિયાળા દરમિયાન ખુબ હિમવર્ષા થતી હોય છે. જોકે આપના માટે મસૂરી આ સીઝનમાં એટલે ફાયદાકરક છે કારણ કે શિયાળા દરમિયાન તમે હિમવર્ષા પણ માણી શકો સાથે જ બજેટ પણ ઓછું હોય છે. શિયાળામાં ખુબ ઓછા લોકો મસૂરી જાય છે. જેથી કરીને આપ અત્યારે ખુબ સસ્તામાં મસૂરીની મજા માણી શકો. મસૂરીમાં પર કપલ 2 નાઈટ્સ 3 ડેઝ માટે 15 હજારથી 20 હજારનું બજેટ રાખવું. જેમાથી ફ્લાઈટ અને ટ્રેનનું ભાડુ અલગ રહેશે.

કચ્છ

3/6
image

ગુજરાતના કચ્છના સફેદ રણ વિશે તો સૌ કોઈએ જાણ્યું હશે. પરંતુ તમામ લોકોએ મુલાકાત નહી કરી હોય. કચ્છમાં ઉનાળામાં વધુ ગરમીના કારણે માત્ર શિયાળામાં જ તેની મુલાકાત લઈ શકાય તેમ છે. એટલે જ દર વર્ષે શિયાળામાં રણોત્સ્વનું પણ આયોજન કરવામાં આવે છે. કચ્છના રણોત્સવમાં જવા માટે www.rannutsavonline.com પર બુકિંગ કરાવવાનું રહેશે. રણોત્સવમાં પ્રતિ કપલ 8000 રૂપિયાથી શરૂઆત થાય છે.

જમ્મુ કાશ્મીર

4/6
image

પૃથ્વીનું સ્વર્ગ એટલે કાશ્મીરની મુલાકાત આપે શિયાળામાં અચૂક લેવી જોઈએ. કાશ્મીરને કેમ પૃથ્વનું સ્વર્ગ કહેવામાં આવે છે તે આપ શિયાળામાં જાણી શક્શો. શ્રીનગરમં ડલ લેક, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ સહિતની તમામ જગ્યાઓ પર શિયાળામાં હિમવર્ષા થતી હોય છે. તેવામાં આપ કાશ્મીરનો પ્રવાસ કરો છો તો કપલ માટે 6 નાઈટ્સ 7 ડેઝ માટે કમસેકમ 25 હજારથી 30 હજાર બજેટ રાખવુ. જેમાથી ફ્લાઈટ અને ટ્રેનનું ભાડુ અલગ રહેશે.

જેસલમેર

5/6
image

રાજસ્થાનમાં જેસલમેર પણ આકર્ણષનું કેન્દ્ર છે. રાજસ્થાનનું કોઈ પણ પ્રવાસન સ્થળની તમે શિયાળામાં મુલાકાત કરી શકો છે. ઉનાળામાં અસહ્ય ગરમી અને તાપના કારણે રાજસ્થાનમાં મોટા ભાગે કોઈ પ્રવાસ કરવા નથી ઈચ્છતું, પરંતુ શિયાળો રાજસ્થાનમાં પ્રવાસ માટે ઉત્તમ સીઝન છે. જેસલમેરને રાજસ્થાનનું ગોલ્ડન સિટી તરીકે ઓળખાય છે. જેસલમેરનો કિલ્લો, બજારની રોનક તેમજ રણમાં ઊંટ સવારીની પણ મજા માણી શકો છો. જેસલમેરમાં 2 નાઈટ્સ 3 ડેઝ કપલના પ્રવાસ માટે કમસેકમ 10 હજારથી 15 હજારનું બજેટ રાખવું.

માઉન્ટ આબુ

6/6
image

ગુજરાતથી સૌથી નજીક અને ખાસ કરીને અમદાવાદવાસીઓની મનપસંદ જગ્યા એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ તમે વર્ષમાં ગમે ત્યારે જઈ શક્શો પણ સૌથી અહ્લાલક દ્રશ્યો શિયાલામાં અને ચોમાસા જ જોવા મળશે. શિયાળામાં માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસમાં જતુ રહે છે. એટલે તમે ઉત્તર ભારતના વાતાવરણની મજા રાજસ્થાનમાં માણી શકો છો. જો તમે કપલ છો અને માઉન્ટ આબુ જાવ છો તો 2 નાઈટ્સ 3 ડેઝના કમસેકમ 10 હજાર રૂપિયાનું બજેટ રાખવું