ભારતને સાવ અડીને આવેલો આ દેશ દિવાળી માટે છે બેસ્ટ અને સસ્તું ટુરિસ્ટ ડેસ્ટિનેશન

દિવાળીની વેકેશનમાં અનેક લોકો એવી જગ્યાની શોધમાં હોય છે, જ્યાં શાંતિથી તાજગીભરી શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકાય. ઈન્ડિયાની બહાર આવી જગ્યાની શોધ કરી રહ્યા હોવ તો પછી થાઈલેન્ડ, બેંગકોક, સિંગાપોર જેવા દેશો તમારી આ ઈચ્છા પૂરી નહિ કરી શકે. પણ, જો તમને હિમાયલની ઠંડીઠંડી હવામાં રહેવાનો લ્હાવો લેવો હોય તો તમે ભૂટાનને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો. ભારતને અડીને આવેલ આ ટચૂકડો દેશ એક્સ્પોલર કરવા માટે ધી બેસ્ટ પ્લેસ છે. પહાડ પર વસેલો આ નાનકડો દેશ ભૂટાન આ વર્ષે અંદાજે 9600 ભારતીય પર્યટકોને આકર્ષિત કરવાનું લક્ષ્યાંક રાખે છે. ગત વર્ષે 41000 વિદેશી પર્યટકોએ ભૂટાનની યાત્રા કરી, જેમાંતી 8000 જેટલા તો ભારતીયો જ હતા. ભૂટાન પર્યટન પરિષદના પ્રમુખ કુંજાંગ નોરબુએ જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીમાં 20 ટકા વધુ ભારતીય પર્યટકો આવે તેવી અમને સંભાવના છે. 

1/4
image

ભૂટાનમાં જઈને તમને સુખ શું છે તેનો અહેસાસ થશે. અહીંના દરેક સ્થળો તમારી આત્માને ધમરોળી મૂકી દે તેવા છે. મૂળ વાત તો એ છે કે, જો તમે ભારતીય છો, તો અહીં જવા માટે તમારી પાસે વીઝા હોવા જરૂરી નથી. પરમિટ લેવાની જરૂર પડે છે. જે સરળતાથી ફુન્ટસોલિંગમાં મેળવી શકો છો. સામાન્ય પરમિટ પર ભૂટાનના ત્રણ શહેરો થિમ્ફુ, પારો અને પુનાખાની મુલાકાત લઈ શકાય છે. આ દેશમાં તમને આવીને લાગશે કે તમે કુદરની અજાયબીમાં આવ્યા છો. આ દેશની ખાસિયત એ છે કે, અહીં દરેક વસ્તુ તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે. અહીંની વાનગીઓ ચાખીને તમને સ્વર્ગનો આનંદ થયો હોય તેવું લાગશે. ભૂટાન એક એવો દેશ છે, જ્યાં તમને સંખ્યાબંધ બૌદ્ધ મઠ જોવા મળશે. 

2/4
image

ધરતીના આ નાનકડા ટુકડા પરનું વાતાવરણ એટલું મિજાજી હોય છે, કે તમને હેરાન કરી દેશે. અહીં ફરવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચેનો છે. આ સમય ભૂટાન ફરવા માટે એટલે બેસ્ટ છે કે, આ સમયે ભૂટાનમાં અનેક તહેવારો સેલિબ્રિટ કરવામાં આવે છે. ભૂટાનની સૌથી મોટી ખાસિયત તેનું કલ્ચર છે. આ દેશ તેના કલ્ચરને ધરબીને બેઠું છે. તેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ જોવા નહિ મળે. એટલું જ નહિ, અહીના દેશના નાગરિકોને પબ્લિક સ્થળો પર ભૂટાનનો પારંપારિક પહેરવેશ પહેરવાનો નિયમ છે. 

કેવી રીતે પહોંચશો ભૂટાન

3/4
image

ભૂટાન જવા માટે રોડ અને હવાઈ એમ બે ઓપ્શન અવેલેબલ છે. અહીંની એરલાઈન કંપની ડ્રુક એર છે. કાઠમંડુ, કોલકાત્તા, બેંગકોક, ડક્કા અને નવી દિલ્હીથી ભૂટાન જવા ફ્લાઈટ મળી જાય છે. ભૂટાનનું એકમાત્ર એરપોર્ટ પેરોમાં છે. જો તમે રેલવે દ્વારા મુસાફરી કરવા માંગતા હોવ તો એક વાત નોંધી લો કે, ભૂટાનમાં કોઈ રેલવે નથી. ભારતમાં બાગડોગરાથી બસ દ્વારા ભૂટાન પહોંચી શકાય છે. આ રુટ 175 કિલોમીટર જેટલો છે. ભૂટાનના આ એન્ટ્રી પોઈન્ટથી રાજધાની થિંપૂનો રસ્તો અંદાજે 200 કિલોમીટરનો છે. 

4/4
image

ભૂટાનમાં ફરવા માટે અહીંના 6 મહત્વના સ્થળો છે. પેરો, ભૂમથંગ, ત્રોંગ્સા, ફબ્જિકા વગેરે શહેરોમાં ભૂટાનની સુંદરતાને નિહાળી શકાય છે. ફ્લાઈટથી જાઓ તો સૌથી પહેલા પેરો શહેર સાથે મુલાકાત થાય છે. પણ, જો તમે એડવેન્ચરના શોખીન છો, તો ભૂટાનના સેંગોરમાં ખાસ જજો. અહીં મોટા ધોધ, પહાડીઓની વચ્ચેથી નીકળતો રસ્તો, રોમાંચક સરોવરથી તમારી જર્ની અવિસ્મરણીય બની જશે. સિટ્રસના વૃક્ષોની વચ્ચેથી નીકળતો આ રસ્તો એટલો રોમેન્ટિક બની જાય છે કે, બાદમાં તે જંગલ અને બરફથી ઢંકાયેલી પહાડીઓમાં ફેરવાઈ જાય છે.