દિવાળી

તહેવારોમાં મોજ માણી પરત ફરતા લોકોના કોરોના ટેસ્ટને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રીએ કહી આ વાત

આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કેસો સંદર્ભે અને વેકસીનેશન સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમા કોરોનાની ત્રીજી લહેર ન આવે તે બાબતે ચર્ચા થઈ હતી. કોરોનાના બીજા ડોઝ માટે લગભગ 32 લાખ લોકોએ ડોઝ લીધો નથી

Nov 11, 2021, 10:37 PM IST

ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં આજથી ધંધા-રોજગારના શ્રીગણેશ, વડોદરામાં 35000 દુકાનો ખૂલી

આજે અમદાવાદના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર અમદાવાદના બજારો ખુલી ગયા છે.

Nov 9, 2021, 12:13 PM IST

નવોઢાની જેમ સજાવાયું પાટીદારોનું ખોડલધામ, વીડિયો જોઈને નહિ થાય વિશ્વાસ

દિવાળી (diwali) ના દિવસે ચારેતરફ રોશનીથી ઝગમગાટ કરાયો છે. ગુજરાતમાં કોઈ ઘર, મંદિર બાકી નહિ હોય જ્યાં લાઈટિંગથી શણગાર કરાયો ન હોય. આવામાં કેટલાક મંદિરોને ખાસ શણગાર કરાતા તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. આવામાં પાટીદારો (patidar) ના ખોડલધામ (khodaldham) મંદિરને કરાયેલી રોશની કરાઈ છે. જેનો આકાશી નજારો સામે આવ્યો છે. 

Nov 7, 2021, 11:39 AM IST

ગુજરાતીઓએ આબુથી લઈને કચ્છ સુધીના સ્થળો હાઉસફુલ કરી દીધા

 • કોરોના બાદ ખુલ્લા મૂકાયેલા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો નવા વર્ષે પ્રવાસીઓથી ઉભરાયા
 • દિવાળીના તહેવારોમાં રજાઓને કારણે ધાર્મિક સ્થળ ઉપર ભારે ભીડ જોવા મળી રહી

Nov 6, 2021, 03:10 PM IST

ઉપલેટામાં ફટાકડા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું, બે ગ્રૂપ બાખડતા 4 ઈજાગ્રસ્ત

દિવાળીના સેલિબ્રેશનમાં અનેકવાર લોકોમાં ઝઘડા થતા હોય છે. જેમાં ફડાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડા ક્યારેક મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આવામાં દિવાળીની રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ બાખડ્યા હતા. ઉપલેટામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયુ હતું. 

Nov 5, 2021, 10:19 AM IST

ગુજરાતના આ ગામે સાચવી જૂની પરંપરા, નવા વર્ષે ચોકમાં દોડાવ્યા પશુ

 • અરવલ્લી જીલ્લાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી
 • ફટાકડા ફોડી પશુઓ ભડકાવી અનોખી રીતે નવું વર્ષ ઉજવણીની પરંપરા
 • નાના બાળકોથી લઈને વડીલો વર્ષોથી આ રીતે કરી રહ્યા છે ઉજવણી
 • પશુઓ ભડકાવાથી પશુ તેમજ ગ્રામજનોમાં રોગચાળો નહિ થતો હોવાની માન્યતા

Nov 5, 2021, 09:13 AM IST

ગુજરાતની ખુશીઓવાળી દિવાળી પાછી આવી, કોરોના બાદ પહેલીવાર રોનક દેખાઈ

કોરોના મહામારીને કારણે ગત દિવાળી (diwali) લોકો માટે બહુ જ ટેન્શનવાળી રહી હતી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ઓછી થતા દિવાળીની રોનક ફરી પાછી આવી છે. લોકો ઘરની બહાર નીકળ્યા છે, તો માર્કેટમાં પણ રોનક જોવા મળી છે. વેપાર ધંધો ખૂલતા બજારોમાં પણ તેજી જોવા મળી  છે. ખુશીઓવાળી દિવાળી (Gujarati new year) પાછી આવી. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો જુસ્સો જોવા મળ્યો છે. 

Nov 5, 2021, 08:51 AM IST

ડાકોરની દિવાળી : ભગવાન રણછોડ આજે સોનાના ત્રાજવાથી વેપારીઓના લેખાજોખા કરશે 

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળી (diwali) ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ડાકોર (dakor) ધામમાં ઉમટી પડ્યા છે. દિવાળીના અવસરે ભગવાનને આજે અભ્યંગ સ્નાન બાદ વર્ષમાં એક વાર થતો ભવ્ય દિવાળી શણગાર કરવામાં આવ્યો છે. સાંજે ભગવાન શામળિયા શેઠ વેપારી બની ભક્તોની બોણી લખશે.

Nov 4, 2021, 05:59 PM IST

જુનાગઢનો કોટેચા પરિવાર ખરા અર્થમાં કરે છે લક્ષ્મી પૂજા, ઘરની મહિલાઓનું કરે છે સન્માન

દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.

Nov 4, 2021, 03:12 PM IST

ગુજરાતના ઈતિહાસમાં પેટ્રોલ-ડીઝલમાં સૌથી મોટો ઘટાડો, જાણો સરકાર પર કેટલો બોજો વધશે

 • ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર દર મહિને 500 કરોડથી વધુનું નુકસાન જશે
 • ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા ઘટાડા સાથે ગઈકાલ મધરાતથી વેચાણ શરૂ થયું

Nov 4, 2021, 02:47 PM IST

pop pop ફટાકડાથી થયુ બાળકનુ મોત, ઊલટીમાં ફટાકડા જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા

બાળકોને ફટાકડા બહુ જ પ્રિય હોય છે. તેમાં પણ ખાસ કરીને પોપ અપ ફટાકડાનું જાણે બાળકોમાં વળગણ લાગી ગયુ છે. નાના બાળકો પણ પોપ અપ ફેંકીને ફોડવાની મજા લેતા હોય છે. પણ બાળકોના હાથમાં પોપ અપ આપતા પહેલા સાવધાન થઈ જવાય તેવો કિસ્સો બન્યો છે. સુરતમાં ત્રણ વર્ષના બાળકનું પોપ અપ ગળી જતા મોત નિપજ્યુ છે. ઝાડા ઉલટીમાં બાળકના પેટમાથી પોપ અપ નીકળતા જોઈને તબીબો પણ ચોંકી ગયા હતા. 

Nov 3, 2021, 04:11 PM IST

ગુજરાતના કેદીઓ માટે સરકારે આપી દિવાળી ગિફ્ટ, 15 દિવસની પેરોલ મુક્તિ અપાશે

 • રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ અને 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને દિવાળીમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે
 • ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ દર્શાવતા મુખ્યમંત્રી
 • 120 પુરૂષો, 61 મહિલા સહિત કુલ 181 કેદીઓને મળશે લાભ

Nov 3, 2021, 03:06 PM IST

રંગીલા રાજકોટની રંગીલી દિવાળી, રાજકોટવાસીઓએ 2 કિમીનો રસ્તા રંગોળીથી સજાવ્યો

રંગોળી જોવા માટે આવેલા લોકો ખાસ સિસ્ટમ રાખવામાં આવ છે. લોકો ક્યુઆર કોડના આધારે ઓનલાઈન વોટિંગ કરી શકશે

Nov 3, 2021, 01:58 PM IST

કાળી ચૌદસે મહુડી મંદિરમાં થાય છે ખાસ પૂજા, 108 વાર ઘંટ વગાડીને અપાય છે આહુતિ

મહુડી (mahudi temple) ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસ (Kali Chaudas) ના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. 

Nov 3, 2021, 10:04 AM IST

રજામાં ગુજરાત ફરવાની મજા બેવડાઈ જશે, IRCTC એ આપી નવી ઓફર

દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. હવેથી લઈને ડિસેમ્બર સુધી રજાઓની મોસમ શરૂ થઈ છે. દિવાળી બાદ ઠંડીની રજાઓ શરૂ થઈ જશે, એના પછી નવા વર્ષની રજાઓ પણ આવશે. જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે એક સારો વિકલ્પ સામે આવ્યો છે. આ રજાઓમાં તમે ગુજરાત ફરવા જવાનો લાભ ઉઠાવી શકો છો. 

Nov 3, 2021, 09:32 AM IST

Vocal for Local : 70 કિલોનો વ્યક્તિ પણ ચાલે તો પણ તૂટે નહિ તેવા માટીના ફટાકડા બનાવાયા

પરિવાર ફાઉન્ડેશનના નિતલ ગાંધી દ્વારા 6 માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે. લોકોમાં પણ માટીના ફટાકડાને લઈ ઉત્સુકતા પણ જોવા મળી

Nov 3, 2021, 07:48 AM IST