bihar

29 જૂનથી હતું Sushant Singhનું આ નવું પ્લાનિંગ, જાણો શું-શું કરવા ઇચ્છતો હતો

સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તે સફદ બોર્ડને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેના પર સુશાંતની 29 જૂનથી શું પ્લાનિંગ હતું, તે લખ્યું છે. હવે એવામાં ફરી એકવાર સવાલ ઉભો થઇ રહ્યો છે કે જે વ્યક્તિ ભિવષ્યનું પ્લાનિક કરી રહ્યો હતો, શું તે આત્મહત્યા કરી શકે છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી છે.

Aug 1, 2020, 10:01 AM IST

સુશાંત સિંહની બહેને PM મોદીને કરી મદદની અપિલ, લખ્યો ઓપન લેટર

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput)  34 વર્ષની ઉંમરે દુનિયાથી વિદાઇ લીધી છે. તેના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેના ચાહકોને પણ મોટા ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલે એક્ટરના પરિવારજનો, મિત્રો અને ચાહકો સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ કેસ માત્ર બિહાર અને મહારાષ્ટ્ર પોલીસની વચ્ચે અટકાયેલો છે.

Aug 1, 2020, 09:37 AM IST

કોરોના સંકટમાં આ IASએ રોજગારીની ઢગલો તકો સર્જી લોકોને અપાવ્યું કામ, પોતે પણ કરી લે છે ખેતીકામ

કોરોનાકાળ (Corona Crisis) માં એકબાજુ જ્યાં રોજગારીના વાંધા પડી ગયા છે ત્યાં બિહાર (Bihar) ના પૂર્ણિયા જિલ્લાના જિલ્લાધિકારી રાહુલ કુમાર (IAS Rahul Kumar) રોજગારને લઈને અનોખા પ્રયોગ કરી રહ્યાં છે. લોકોને ગામડાઓમાં કામ મળે છે. આ બધા વચ્ચે રાહુલ કુમાર પોતાના ખાસ અંદાજના કારણે લોકો વચ્ચે ખાસ્સા લોકપ્રિય બની રહ્યાં છે. કોરોનાકાળમાં  મહામારીથી લોકોને બચાવવા માટે વ્યવસ્થા પણ કરી રહ્યાં છે. આ સાથે રોજગારી પણ સર્જી રહ્યાં છે. તેઓ ગામમાં જાય છે અને અનેકવાર ખેતરોમાં કામ કરવા પણ લાગી જાય છે. 

Jul 24, 2020, 01:31 PM IST

નેપાળ સીમા પર પોલીસનું ફરી ફાયરિંગ, એક ભારતીયની સ્થિતી ગંભીર

ભારત અને નેપાળની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નેપાળે ફાયરિંગની ઘટના સામે આવી છે. ભારત-નેપાળ સીમા પર એકવાર ફરીથીનેપાળ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક ભારતીય યુવક પણ ઘાયલ થઇ ચુક્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ યુવકની હાલત ગંભીર છે. 

Jul 20, 2020, 12:26 AM IST

Corona: બિહાર BJPમાં હડકંપ મચ્યો, એક સાથે 75 નેતા અને કર્મચારી કોરોના પોઝિટિવ

બિહાર ભાજપ (Bihar BJP) માં કોરોના (Corona Virus) ને લઈને હડકંપ મચ્યો છે. એક સાથે 75 જેટલા નેતા અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે બધાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આજે સવારે તેના રિપોર્ટ આવ્યાં. ગઈ કાલે 100 લોકોના સેમ્પલ લેવાયા હતાં. 

Jul 14, 2020, 12:24 PM IST

પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો

બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે 28 દિવસ થઇ ગયા છે. પરંતુ ભલે ચાહકોને વિશ્વાસ થઇ રહ્યો નથી કે તે હવે આપણા વચ્ચે નથી. સુશાંતના અચાનક નિધનથી તેમના પરિવારથી માંડીને તેમના ફેન્સ અત્યાર સુધી સદમામાં છે.

Jul 11, 2020, 09:40 AM IST

UP- બિહારમાં આસમાની આફતના 3 મહિનામાં 347 લોકોનાં મોત નિપજ્યાં, સરકાર પરેશાન

બિહાર (Bihar) માં ગત્ત 10 દિવસમાં આકાશી આફતના કારણે 147 લોકોનાં મોત નિપજ્યાં છે. ચોમાસાની સિઝન દરમિયાન પડતી વિજળી (Lightning) ના કારણે 147 લોકોના મોત નિપજ્યાં છે અને ચોમાસુ પુર્ણ થતા સુધીમાં આ આંકડો હજી પણ વધી શકે છે. વારંવાર થનારી આ પ્રાકૃતિક ઘટનાએ અનેક સવાલો પેદા કર્યા છે. સૌથી પહેલો સવાલ એ કે આવું શા માટે થઇ રહ્યું છે ?

Jul 6, 2020, 06:23 PM IST

નેપાળની વધારે એક અવળચંડાઇ, ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા

નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે. 

Jun 22, 2020, 07:28 PM IST

શ્રમિકો માટે પીએમ મોદીએ શરૂ કરી રોજગાર યોજના, 116 જિલ્લામાં મળશે ફાયદો

કોરોના લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેણણે મોટા પાયા પર ઘરે પરત ફરવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેવામાં મજૂરોની સામે રોજગારનું સંકટ ઊભુ થયુ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ અભિયાન શરૂ કરવા કર્યું છે. આ યોજનાનું નામ ગરીબ કલ્યાણ રોજગાર છે. 
 

Jun 20, 2020, 11:49 AM IST

નક્શા પર વિવાદ વચ્ચે નેપાળ તરફથી ફાયરિંગ, 1નું મોત 3 લોકો ઘાયલ

ભારત - નેપાળની વચ્ચે તણાવ દરમિયાન સીમા પર ફાયરિંગ થયું છે. સીતામઢીનાં સોનબરસા પોલીસ સ્ટેશન વિસ્તારનાં લાલબન્ધી બોર્ડર નજીક નેપાળી પોલીસ અને સ્થાનિક ભારતીય નાગરિકો વચ્ચે હિંસા થઇ છે. નેપાળ પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ લોકો આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિતી અનુસાર એક ઘાયલને પોલીસ પોતીની સાથે લઇ ગઇ છે અને સશસ્ત્ર સીમા દળની ટીમ પણ ઘનટા સ્થળ માટે રવાના થઇ ચુકી છે.

Jun 12, 2020, 04:51 PM IST

સીતામઢી: નેપાળ પોલીસ અને ભારતીય નાગરિકોમાં ઝડપ, એક ભારતીય નાગરિકનું મોત, 3 ઘાયલ

ભારત-નેપાળ સરહદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર દળ તરફથી ફાયરિંગ થયું. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે

Jun 12, 2020, 02:07 PM IST

મકાનથી માંડીને બેંક બેલેન્સ સુધી તમામ સંપત્તી હાથીઓનાં નામે કરી, કોણ છે આ વ્યક્તિ

કેરળમાં ગર્ભવતિ હાથણી વિનાયકીની હત્યા બાદથી હાથી ખુબ જ ચર્ચામાં છે. એક તરફ કેરળમાં જ્યાં ગર્ભવતી હાથીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવીને મારી દેવાયું તો બીજી તરફ એક બિહારી વ્યક્તિએ પોતાની તમામ સંપત્તી જ પોતાનાં બંન્ને હાથીઓનાં નામે લખી દીધી છે. પટના ખાતે રહેલા જાનીપુર નિવાસી અને એરાવત સંસ્થાનાં મુખ્ય પ્રબંધ 50 વર્ષીય અખ્તર ઇમામે પોતાનાં હાથિઓ મોતી અને રાનીનાં નામે તમામ પ્રોપર્ટી લખી દીધી છે.

Jun 9, 2020, 11:40 PM IST

આ ચૂંટણી રેલી નથી, હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે: અમિત શાહ

કોરોના સંક્ટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ચુઅલ રેલીની શરૂઆત કરી છે. રવિવારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહએ પ્રથમ વર્ચુઅલ રેલી બિહાર જનસંવાદને સંબોધિત કરી. તેમના સંબોધનમાં શાહે કહ્યું કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર રચાશે. હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે, પરંતુ આ કોઈ ચૂંટણી બેઠક નથી, અમારો હેતુ દેશના લોકોને એક કરવા અને કોરોના સામે એકતાપૂર્વક લડવાનો છે.

Jun 7, 2020, 11:53 PM IST

કોરોનાએ બદલી રાજનીતિની રીત, કાલે બિહારમાં યોજાશે ગૃહમંત્રી અમિત શાહની Online રેલી

આ વર્ષના અંતે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીરાલે બિહારની જનતાને ઓનલાઇન સંબોધિત કરશે. 
 

Jun 6, 2020, 07:28 PM IST

સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટિસ ફટકારી

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકો (migrants) ને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત (Gujarat) અને બિહાર (Bihar) ના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

May 29, 2020, 10:24 AM IST

ગુજરાતમાંથી ૪ લાખ ૨પ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો પોતાના વતન પહોંચ્યા

અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

May 8, 2020, 02:07 PM IST

તેજસ્વી યાદવનું ટ્વીટ- 50 ટ્રેનોનો ખર્ચ આપશે RJD, હિસાબ કરીને જણાવે સુશીલ મોદી

રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારની રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વીનું કહેવું છે કે, સરકાર મજૂરોને પરત લાવવા મુદ્દે ગંભીર નથી. 

May 4, 2020, 01:52 PM IST

બિહાર-નેપાળ બોર્ડર દ્વારા રચવામાં આવી રહ્યું છે ભારતમાં કોરોના ફેલાવાનું ષડયંત્ર, આ શખ્સ બનાવી રહ્યો છે પ્લાન

બિહારથી કોરોના વાયરસ (Coronavirus)થી જોડાયેલા એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેતિયાના ડીએમે એસપીને પત્ર લખી બિહાર-નેપાળ બોર્ડરના સંબંધમાં એલર્ટ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તસ્કર જાલિમ મુખિયા કોરોના સંક્રમિત ભારતીય મુસ્લિમોને મોકલી કોરોના ફેલાવાનું ષડયંત્ર રચી રહ્યું છે.

Apr 10, 2020, 06:47 PM IST