Actress Pregnant Before Marriage: બોલિવૂડની આ સુંદરીઓ લગ્ન પહેલાં જ થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ, ચોથું નામ છે અત્યંત ચોંકાવનારું!
Neena Gupta Sridevi Alia Actress Pregnant before Wedding: બોલિવૂડમાં ઘણી એવી સુંદરીઓ છે જેમણે મોટા પડદા પર પોતાના અભિનયની સાથે સાથે પોતાના અંગત જીવનમાંથી પણ ઘણી લાઇમલાઇટ મેળવી છે. આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. કેટલીક અભિનેત્રીઓએ આ અંગે ખુલીને વાત કરી છે, તો ઘણી સુંદરીઓ એવી છે જેણે આ મામલે મૌન સેવ્યું છે. આવો જાણીએ તેમના નામ...
નીના ગુપ્તા
તમે કદાચ આ લિસ્ટમાં નીના ગુપ્તા (Neena Gupta)ના નામની અપેક્ષા રાખતા હશો કારણ કે આ અભિનેત્રીએ હંમેશા લગ્ન વિના પ્રેગ્નન્સી વિશે ખુલીને વાત કરી છે અને તેણે પોતાની દીકરી, ડિઝાઇનર મસાબા ગુપ્તાને એકલા હાથે ઉછેરી છે.
નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયાએ (Neha Dhupia)મે 2018માં અચાનક અભિનેતા અંગદ બેદી (Angad Bedi)સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન કર્યાના છ મહિનાની અંદર અભિનેત્રીએ પુત્રી મેહર (Mehr)ને જન્મ આપ્યો હતો. નેહાએ પોતે કહ્યું છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી.
શ્રીદેવી
શ્રીદેવી પણ તે અભિનેત્રીઓમાંની એક છે જેણે બોની કપૂર સાથે લગ્ન કર્યા ત્યારે તે પ્રેગ્નન્ટ હોવાનું ખુલ્લેઆમ કહ્યું હતું. એવું કહેવાય છે કે લગ્ન સમયે અભિનેત્રી લગભગ સાત મહિનાની ગર્ભવતી હતી અને પછી તેની પુત્રી જ્હાનવી કપૂર (Janhvi Kapoor)આ દુનિયામાં આવી.
સારિકા
એવા ઘણા લોકો છે જેઓ નથી જાણતા કે સાઉથની અભિનેત્રી સારિકા લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી; કમલ હાસન સાથે તેનું અફેર હતું. સારિકાએ તેમની પુત્રી, અભિનેત્રી શ્રુતિ હાસનને જન્મ આપ્યાના લગભગ બે વર્ષ પછી કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે (Alia Bhatt)ક્યારેય આ વાત ખુલ્લેઆમ કહી નથી પરંતુ એવું લાગે છે કે તે પણ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે એપ્રિલમાં લગ્ન કર્યાના બે મહિના બાદ અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને છ મહિના પછી નવેમ્બરમાં આલિયાએ દીકરી રાહાને જન્મ આપ્યો હતો.
Trending Photos