રૂપ નહી 'રૂપિયા' મારો પરમેશ્વર, રૂપની 'રાણીઓ' એ રૂપિયાના 'રાજા'ઓ સાથે કર્યા લગ્ન

Bollywood Actresses and their rich husband: દુનિયામાં રૂપિયાનું જ વર્ચસ્વ છે પછી એ ગમે તે દિશામાંથી આવે. બોલિવૂડની રૂપની રાણીઓએ પણ રૂપિયાના રાજાઓ સાથે લગ્ન કરી એ સાબિત કરી દીધું છે કે એમના માટે રૂપ એ અગત્યનું નથી. રૂપ એ ચાર દિવસની ચાંદની છે. જે ઢળી જશે પછી રૂપિયા જ કામ આવશે. આમ આ હિરોઈનો કોઈ બિઝનેસમેનની બીજી કે ત્રીજી પત્ની બનીને આજે પણ ખુશીથી લગ્નજીવન વિતાવી રહી છે.   બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન માટે એક્ટર નહીં પરંતુ કરોડપતિ કે અબજોપતિ બિઝનેસમેનને પસંદ કર્યા છે. તેમાંથી ઘણી તો બીજી કે ત્રીજી પત્ની બનવામાં પણ સંકોચ અનુભવ્યો નથી. જો કે, આમાંની મોટાભાગની અભિનેત્રીઓ એવી પણ છે જેમનું કરિયર કંઈ ખાસ નહોતું અને તેમના પર એવો પણ આરોપ હતો કે તેમણે માત્ર પૈસા માટે લગ્ન કર્યા હતા.

શિલ્પા શેટ્ટી

1/5
image

શિલ્પાએ લંડન સ્થિત બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોતાના પાર્ટનર તરીકે પસંદ કર્યા. બંનેને બે બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજની કુલ સંપત્તિ લગભગ $550 મિલિયન છે. તેણે શિલ્પાને રિજવવા માટે ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જેમાં ભવ્ય બંગલા, ફ્લેટથી લઈને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. શિલ્પા રાજની બીજી પત્ની છે અને બોલિવૂડમાં પણ તેનું કરિયર કંઈ ખાસ નહોતું.

સોનમ કપૂર

2/5
image

સોનમે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેની કરિયર અપેક્ષા મુજબ સફળ રહી ન હતી. યુકે સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોનમ 2018માં સ્થાયી થઈ ગઈ હતી. આનંદની કુલ સંપત્તિ 4733 કરોડની આસપાસ છે.

જુહી ચાવલા

3/5
image

જુહી ચાવલાએ પોતાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી અને ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. જુહી જયની બીજી પત્ની બની. જય એક જાણિતા બિઝનેસમેન છે અને તેની કુલ સંપત્તિ 300 કરોડની આસપાસ છે.  

અસીન

4/5
image

અસીને સાઉથ અને બોલિવૂડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ કરિયર એટલું કંઇ ખાસ રહ્યું નહી. 2016 માં અસીને માઇક્રોમેક્સ જેવી મોટી કંપનીના સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોને અલવિદા કહી દીધું. હવે તે એક પુત્રીની માતા બની છે. અસિનના પતિ રાહુલની કુલ સંપત્તિ 1450 કરોડની આસપાસ છે.

વિદ્યા બાલન

5/5
image

વિદ્યા સિદ્ધાર્થ રોય કપૂરની ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થ UTV મોશન પિક્ચર્સના હેડ છે અને તે એક જાણીતા નિર્માતા પણ છે. તેમની કુલ સંપત્તિ 90 કરોડની આસપાસ છે. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા.