Budh Ast 2024: આ 5 રાશિઓના જીવનમાં તૂટી પડશે દુખોનો પહાડ, જલદી જ ડૂબી જશે 'ગ્રહોના રાજકુમાર'

Budh Ast 2024: દરેક ગ્રહ સમયાંતરે રાશિપરિર્તન કરે છે. બુધ ગ્રહ જે બુદ્ધિનો કારક ગણવામાં આવે છે 4 એપ્રિલના રોજ મેષ રાશિમાં અસ્ત થવા જઇ રહ્યો છે જેની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર પડવા જઇ રહી છે. 

બુધ અસ્તનો રાશિઓ પર પ્રભાવ

1/6
image

ગ્રહોની વ્યક્તિના જીવન પર ખૂબ અસર પડે છે. નવગ્રહોમાં બુધનો બુદ્ધિ, જ્ઞાનનો કારક ગણવામાં આવે છે. વૈદિક જ્યોતિષના જે વ્યક્તિની કુંડળીમાં બુધ નબળો હોય તેના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. એવા વ્યક્તિ પોતાના કેરિયરમાં વધુ કશુ પ્રાપ્ત કરી શકતા નથી. આ વખતે બુધ પોતાની સ્થિતિમાં પરિવર્તન કરવા જઇ રહ્યો છે. બુધ મેષ રાશિમાં અસ્ત થવા જઇ રહ્યો છે. 4 એપ્રિલ 2024 ના રોજ સવારે 10:36 મિનિટ પર બુધ મેષ રાશિમાં અસ્ત થશે જેની કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળશે. કેટલીક રાશિઓ માટે આ પરિવર્તન કેરિયરમાં સમસ્યા લાવી શકે છે. તો આવો જાણીએ કઇ તે રાશિઓ છે.. 

કન્યા

2/6
image

કન્યા રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવાથી ફોકસનો અભાવ રહેશે, જેના કારણે તેમને નોકરીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. વિચલિત થવાના કારણે અધૂરા કામથી ચિંતા વધશે. કન્યા રાશિના લોકો કામને લઈને દબાણ અનુભવશે. જે લોકો સર્જનાત્મક ક્ષેત્રે છે તેમને નવા વિચારો વિચારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

વૃષભ

3/6
image

બુધના પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકોને પણ પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ પરિવર્તનને કારણે વૃષભ રાશિના જાતકોએ પોતાના ખભા પર વધારાના કામનો બોજ ઉઠાવવો પડશે જેના કારણે તેઓ તણાવ અનુભવશે.

કર્ક

4/6
image

આ રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા લોકો માટે ઘણી સમસ્યાઓ ઉભી કરશે. કર્ક રાશિવાળા લોકોને કામમાં રસ નહીં પડે જેના કારણે તેમને ઉચ્ચ અધિકારીઓની ટીકાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન, તમારી નોકરી ગુમાવવાનો ભય પણ છે.

મેષ

5/6
image

મેષ રાશિમાં બુધના રાશિ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકો નોકરી બદલવાનું વિચારશે જેના કારણે તેમનું મન કામમાં વિચલિત થશે. જો કે, આ સમયગાળા દરમિયાન કામમાં ફેરફાર કરવાનું ટાળવું જોઈએ.

ધન

6/6
image

ધન રાશિના લોકો માટે પણ આ પરિવર્તન શુભ રહેશે નહીં. ધનુ રાશિના લોકોને કાર્યસ્થળ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે જેના કારણે તેઓ નોકરી છોડવાનું મન કરશે. તણાવ વધવાના કારણે સહકર્મીઓ સાથે ઝઘડા પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)