Business Idea: નવા વર્ષે શરૂ કરો આ બિઝનેસ! મહિને 10 લાખની થશે કમાણી, સરળ છે પ્રોસેસ

જો તમે પણ બિઝનેસનો પ્લાન કરી રહ્યા છો અને ઈચ્છો છો કે ઓછા બજેટમાં વધારે કમાણી થાય. આવો જ બિઝનેસ અને તમારા માટે લાઈને આવ્યા છે જેમાં ઓછા મૂળી રોકાણે સારો ફાયદો થાય તેમ છે. ડેરી પ્રોડક્ટની નામચીન કંપની અમૂલની સાથે બિઝનેસ કરવાની તક છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવું ખૂબ ફાયદાકારક સાબીત થશે. અમૂલની ફ્રેન્ચાઈઝી લાવી પણ ખૂબ સહેલી છે હવે

ઝીરો રિસ્કવાળો બિઝનેસ

1/5
image

અમૂલ સાથે વેપાર કરવો ખૂબ સરળ છે તેની પાછળ બે કારણ છે. 1. કસ્ટમર બેઝ અને 2. અમૂલ શહેરની દરેક લોકેશન પર ફીટ બેસે છે. અમૂલના ગ્રાહકો દરેક શહેરમાં છે. દરેક શહેરમાં અમૂલની પ્રોડક્ટને લોકો નામથી ઓળખે છે માટે અમૂલની ફ્રેન્ચાઈઝી લેવામાં કોઈ નુકસાન નથી.

કેવી રીતે કરવાનું રહેશે રોકાણ

2/5
image

બિઝનેસને વધારવા માટે અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઝી આપે છે. જો તમે અમૂલ આઉટલેટ , અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માટે ઈચ્છો છો તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન માટે 1 લાખ રૂપિયા, ઈક્વીપમેન્ટ માટે 75 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

કઈ ફ્રેન્ચાઈઝી માટે કેટલું રોકાણ કરવું પડશે

3/5
image

જો તેમે અમૂલ આઈસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા માંગતા હોવ તો 5 લાખ રૂપિયાની મૂળીની જરૂરત પડશે. આમા તમને બ્રાન્ડ સ્ક્યોરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વીપમેન્ટ માટે 1.50 વાખ રૂપિયા ખર્ચ કરવાનો હોય છે.

ફ્રેન્ચાઈઝીના નિયમો અને શરતો

4/5
image

અમૂલની ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 330 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે એટલી જગ્યા નથી તો અમૂલની ફ્રેન્ચાઈઝી તમને નહીં મળે.

કેટલી થશે કમાણી

5/5
image

અમૂલ ફ્રેન્ચાઈઝીના માધ્યમથી દર મહીને 5થી 10 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી લેવાથી કંપની MRP પર કમિશન આપે છે. આમાં એક લીટરના પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમીશન મળે છે. અમૂલ આઈસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસક્રીમ, શેક, પિત્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમીશન મળે છે. તો પ્રી-પૈક્ડ આઈસક્રિમ પર 20 ટકાઅને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમીશન આપે છે.