Chandrayaan 3 News: ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા કેવી હશે સ્થિતિ, કેટલું હશે તાપમાન? જાણો દરેક વિગત

Chandrayaan 3 Landing final moment: આશા જ નહીં સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે સાંજે ભારત, ચંદ્ર પર હશે. 140 કરોડ દેશવાસી આતૂરતાપૂર્વક સાંજના 6.04 કલાકની રાહ જોઈ રહ્યાં છે. ભારત પોતાનું યાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનું છે. દાયકાઓ પહેલા જોવામાં આવેલું એક સપનું પૂરુ થવા જઈ રહ્યું છે. તેવામાં તમારા મનમાં ઘણા સવાલ હશે, જ્યારે પોતાનું લેન્ડર ઉતરશે તે સમયે ચંદ્રનો મૂડ કેવો હશે. ત્યાં શું હલચલ હશે? તાપમાન કેટલું હશે અને સ્પીડ કેટલી હશે? આવો આ દરેક સવાલના જવાબ જણાવીએ..


 

ચંદ્ર પર હશે ભારત

1/7
image

ભારત બનશે દુનિયાનો પ્રથમ દેશ

2/7
image

ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બનવા માટે કમર કસી ચુક્યો છે. સાંજે 6.04 કલાકે શુભ ઘટી આવશે જ્યારે લેન્ડર અને રોવર ચંદ્રમાની દક્ષિણી ધ્રુવીય સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. પરંતુ ઈસરોના આ મિશન માટે પડકાર પણ ઓછા નથી.   

मजबूत हुआ विक्रम

3/7
image

ચંદ્રયાન-2ની નિષ્ફળતાથી ભારતે શીખ લીધી છે. તેથી આ વખતે ઈસરોએ વિક્રમના પગને ખુબ મજબૂત બનાવ્યા છે. રિપોર્ટ પ્રમાણે 10.8 કિમી પ્રતિ કલાકની લેન્ડિંગ વેલોસિટી પણ સહન કરી શકે છે. અહેવાલ પ્રમાણે મિશન ઓન ટાઈમ ચાલી રહ્યું છે.  

હવામાન કેવું હશે, તાપમાન કેટલું હશે?

4/7
image

स्पेस में धरती जैसा वातावरण न होने से लैंडर की सॉफ्ट लैंडिंग चुनौती भरा काम होती है, क्योंकि यान की रफ्तार स्लो करना आसान नहीं होता. जिस समय लैंडर और रोवर चांद की सतह पर उतरेंगे, उन्हें खराब मौसम का सामना करना पड़ेगा. वहां तापमान 54 डिग्री सेल्सियस से लेकर -203 डिग्री सेल्सियस तक रह सकता है.

5/7
image

લેન્ડિંગ દરમિયાન, તેના એન્જિનમાં આગ ગરમ ગેસ અને ધૂળનો પ્રવાહ ચંદ્રની સપાટી પર વિરુદ્ધ દિશામાં પેદા કરી શકે છે. આ પણ એક પ્રકારનો પડકાર હશે. મિશન કંટ્રોલ અને વાહન વચ્ચે દરેક સંદેશને આગળ અને પાછળ જવા માટે થોડી મિનિટો લાગે છે. કારણ કે એન્ટેના પર મળતા સિગ્નલ નબળા પડી જાય છે. આ ક્ષણો ઘણી કિંમતી હોય છે. કારણ કે લાઈવ લોકેશન ટ્રેકિંગમાં આખી ગેમ સિગ્નલની છે.

અંતિમ ક્ષણોમાં શું થશે?

6/7
image

અંતિમ ક્ષણોમાં વિક્રમ લેન્ડર 4 કિમીx2.5 કિમીના તે ક્ષેત્રની ઓળખ કરશે જે તેના ઉતરવા માટે સારી જગ્યા હશે. સાંજે 5.45 કલાકે થ્રસ્ટર્સ સ્પીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે. ચંદ્રની સપાટીની નજીક પહોંચવા પર વિક્રમની સ્પીડ ઘટી જશે. વિક્રમના પગ કોઈ પેસેન્જરની જેમ બહાર નિકળશે અને દરેક ભારતીયોની આશા પોતાના ખભા પર લઈ વિક્રમ 6.04 કલાકે લેન્ડ કરશે. 

ચંદ્રયાન મિશનની સફળતાની કામના

7/7
image

સફળતાપૂર્વક લેન્ડ કર્યા બાદ રોવર પ્રજ્ઞાન સપાટી પર ફરશે. સફળ લેન્ડિંગ થવા પર ઈસરો એટલે કે ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ ઈતિહાસ રચી દેશે. આ રીતે સ્પેસ સેક્ટરમાં ભારતનો ડંકો એકવાર ફરી વાગવા લાગશે.