15 દિવસ માટે બનશે બુધ-ગુરૂની યુતિ, આ 3 રાશિના જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો

Mercury Transit Budh Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંદાવ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બુધ દેવ ગોચર કરી ગુરૂ સાથે યુતિ બનાવશે. જેનો લાભ ત્રણ જાતકોને મળશે. 

બુધ-ગુરૂની યુતિ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 26 માર્ચે મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં પહેલાથી ગુરૂ બિરાજમાન છે. તેવામાં મેષ રાશિમાં આ બંને ગ્રહની યુતિ બની રહી છે. આ યુતિ લગભગ 15 દિવસ માટે બનશે. તેથી આ યુતિનો પ્રભાવ કેટલાક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયમાં ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

કર્ક રાશિ

2/5
image

તમારા લોકો માટે ગુરૂ અને બુધની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના કર્મ ભાવ ર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. સાથે આ સમયે જીવનના દરેક ક્ષેત્રમાં સારી ઓફર મળશે અને પરિવાર તથા પ્રિયજનો તરફથી સમર્થન મળશે. સાથે નોકરી કરનાર જાતકોને નવી તક પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરી રહ્યાં છે તેનો પ્રમોશનનો યોગ બની રહ્યો છે અને તેનું ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. તો જે લોકો વેપારી છે તે આ દરમિયાન સારો ધનલાભ મેળવી શકે છે.

સિંહ રાશિ

3/5
image

ગુરૂ બૃહસ્પતિ અને બુધનો સંયોગ આ જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર બનવા જઈ રહ્ય છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સમથે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ દરમિયાન તમે ધન પ્રાપ્ત કરવામાં સફળ થશો. સાથે આ સમયે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થશે. આ સમયે તમે કોઈ પરીક્ષામાં સફળ થશો.   

મકર રાશિ

4/5
image

મકર રાશિના જાતકો માટે આ યુતિ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. તો આ દરમિયાન તમને પૈસા કમાવા અને બચત કરવાની તક મળશે. તો આ સમયે તમને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળી શકે છે. આ સમયમાં તમને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.