Pics: આ ભારતીય ક્રિકેટરે પોતાના જ ખાસ મિત્રની પત્ની સાથે બાંધ્યો પ્રેમ સંબંધ, બની ગયા કટ્ટર દુશ્મનો

આ બંને ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે. ક્રિકેટરે મિત્રને દગો કરીને તેની જ પત્ની સાથે અફેર કરી નાખ્યું. એક સમયે ખાસ મિત્રો હતા પરંતુ પછી કટ્ટર દુશ્મન બની ગયા. 

ભારતીય ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય આજે પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. મુરલી વિજય હાલ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી પરંતુ એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને જોરદાર શરૂઆત અપાવતો હતો. 

વિજયની પર્સનલ લાઈફ

1/10
image

મુરલી વિજયની પર્સનલ લાઈફની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડી દિનેશ કાર્કિત સાથેનો તેનો વિવાદ કોઈથી છૂપાયેલો નથી. 

વિજયે કાર્તિકની ગર્ભવતી પત્ની સાથે કર્યા લગ્ન

2/10
image

એવા રિપોર્ટ્સ હતા કે મુરલી વિજયે દિનેશ કાર્તિકને દગો કરીને તેની ગર્ભવતી પત્ની સાથે લગ્ન કર્યા હતા. 

કાર્તિકે બાળપણની મિત્ર સાથે કર્યા હતા લગ્ન

3/10
image

દિનેશ કાર્તિકનું જીવન સરળ રહ્યું નહતું. વર્ષ 2007માં કાર્તિકે પોતાની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. 

કાર્તિકની પત્નીની મુલાકાત

4/10
image

વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત ક્રિકેટર મુરલી વિજય સાથે થઈ હતી. 

અફેર શરૂ થઈ ગયું

5/10
image

મુરલી વિજય અને નિકિતા એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને તેમનું અફેર શરૂ થઈ ગયું. બંને એક બીજાને મળવા લાગ્યા અને સમય પસાર કરવા લાગ્યા. દિનેશ કાર્તિકને આ વાતની  ખબર પડી તો તેણે પત્નીને ડિવોર્સ આપી દીધા. 

દિનેશે નિકિતાને ડિવોર્સ આપ્યા

6/10
image

જ્યારે દિનેશે નિકિતાને ડિવોર્સ આપ્યા તો તે સમયે તે ગર્ભવતી હતી. ડિવોર્સ થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. કહેવાય છે કે કાર્તિકે ક્યારેય પુત્ર પર પોતાનો હક જમાવવાની કોશિશ કરી નથી. 

ડિવોર્સ બાદ કાર્તિકની જિંદગી બદલાઈ ગઈ

7/10
image

નિકિતા સાથે ડિવોર્સ થયા બાદ જિંદગીમાં ઈન્ટરનેશનલ સ્ક્વોશ પ્લેયર દિપિકા પલ્લીકલની એન્ટ્રી થઈ. બંનેની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી.   

કાર્તિકના ખરાબ સમયમાં દિપિકાએ કર્યો સપોર્ટ

8/10
image

દિનેશ કાર્તિકના આ ખરાબ સમયમાં દિપિકાએ તેને ખુબ સપોર્ટ કર્યો. ત્યારબાદ બંનેએ જલદી સગાઈ કરી લીધી. પરંતુ તેનો ખુલાસો કર્યો નહીં. 

કાર્તિક- દિપિકાએ લગ્નની કરી જાહેરાત

9/10
image

ઓક્ટોબર 2014માં એક ઈવેન્ટ દરમિયાન બંનેએ કહ્યું કે તેઓ 2015માં લગ્ન કરી શકે છે અને આમ થયું પણ ખરું અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા. 

કાર્તિકના લગ્ન થયા

10/10
image

દિનેશ કાર્તિક હિન્દુ છે અને દિપિકા ક્રિશ્ચન આથી બંનેએ બંને રિતિ રિવાજથી લગ્ન કર્યા હતા.