રાશિફળ 06 મે: આ જાતકો પર આજે શનિદેવની કૃપાદ્રષ્ટિ રહેશે, ચારેકોરથી લાભ થવાના પ્રબળ યોગ

Daily Horoscope 06 May 2023: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12
image

મેષ: ગણેશજી કહે છે, ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓનું સમાધાન મળી શકશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેનાં સફળ પણ રહેશો. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. 

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. તમારી કાર્યકુશળતા પણ વધશે. 

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ પૂર્ણ થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય પ્રેક્ટિકલ થઇને લો. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. 

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ રહેશે. 

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળમાં કરેલાં ફેરફારથી આ સમયે સારું પરિણામ મળશે. તમને સફળતા ચોક્કસ મળશે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે. સમય સાથે કરેલાં કાર્યોના યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. 

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, કોઇપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો. આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવશો. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. પરિવારના સભ્યોને તેમની પોતાની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો. 

7/12
image

તુલા: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સર્વોત્તમ રહેશે. આ સમય ગ્રહ ગોચર તમારા માટે થોડી સફળતા પ્રદાન કરી રહ્યું છે. બાળકો દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખયમ વાતાવરણ રહેશે. 

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, મિત્રો અને પરિવારના લોકો સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે. જો ઘરમાં રિનોવેશનને લગતી થોડી યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફાયાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પણ પોઝિટિવ પરિણામ મળશે. પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. 

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, વ્યવસાય કે નોકરીને લગતો કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો. તમારી સમજદારી દ્વારા લેવામા આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી કરી શકે છે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. 

10/12
image

મકર: ગણેશજી કહે છે, વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઇ શકે છે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે મધુરતા આવશે. બાળક પક્ષ તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે. જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો અવશ્ય જ સફળતા મળશે. 

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, થોડા મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ થશે. વ્યવસાયમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગ અને સલાહથી અનેક અટવાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થશે. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે રાજનૈતિક સંબંધોને વધાર મજબૂત કરો. પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે.   

12/12
image

મીન: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર થશે. આજે તમારી કોઇ વિશેષ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે.