રાશિફળ 19 ફેબ્રુઆરી: આજે આ 4 રાશિના જાતકો સવા કિલો મીઠાનું દાન કરશે તો ચમકી જશે ભાગ્ય!

શું તમારી રાશિમાં શુક્ર ગ્રહની સ્થિતિ ખરાબ છે? જો શુક્ર ગ્રહ અનુકૂળ ન હોય તો રાજનીતિ સહિત અનેક ક્ષેત્રોમાં સફળતા મળવામાં મુશ્કેલી પડે છે. કેવો રહેશે તમારો આજનો દિવસ....ખાસ જાણો રાશિફળ

Feb 19, 2021, 08:21 AM IST

આજે મહા માસની શુકલ પક્ષની સપ્તમી તિથિ છે. આજે 19 ફેબ્રુઆરી 2021નો દિવસ છે અને શુક્રવાર છે. તિથિ મુજબ સૂર્ય દેવ આજના દિવસે બ્રહ્માંડમાં અવતરિત થયા હતા. આ દિવસે તેમની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ ઉપરાંત શું તમારી રાશિમાં શુક્ર ગ્રહની સ્થિતિ ખરાબ છે? જો શુક્ર ગ્રહ અનુકૂળ ન હોય તો રાજનીતિ સહિત અનેક ક્ષેત્રોમાં સફળતા મળવામાં મુશ્કેલી પડે છે. પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ શુક્રના દુષ્પ્રભાવથી બચવા માટે તુલા, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો આજે સવા કિલો મીઠાનું દાન કરે. તેનાથી ચોક્કસપણે તમારા જીવનના સિતારા બદલાઈ જશે. કેવો રહેશે તમારો આજનો દિવસ....ખાસ જાણો રાશિફળ

1/12

મેષ

મેષ

મેષ- આજે મન ધર્મ અને કર્મમાં વધુ લાગશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થવાના યોગ પણ જોવા મળી રહ્યા છે. દાંપત્ય સુખથી મન પ્રસન્ન રહેશે. પરંતુ વાણી પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. જે પણ બોલો તે સમજી વિચારની બોલજો. સૂર્યને ગોળવાળા પાણીથી અંજલિ આપો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે જીવનસાથીના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો. આજે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જેના કારણે પરેશાની રહેશે. પરિવારમાં કોઈ સાથે મન મોટાવ રહેશે. આજે ઘરમાં કોઈ મામલે તમારે તણાવ વધી શકે છે. વાદ વિવાદથી બચો. દૂધ-દહીનું દાન કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થશે. જેના કાણે ઘરમાં ખુશનુમા માહોલ રહેશે. નવું મકાન ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. પરંતુ બપોર પછી કોઈ જોખમભર્યું કામ હાથમાં ન લો. દાળભાતનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે હિંમત જવાબ આપી શકે છે. બની શકે તો બપોર પહેલા જરૂરી કામ પતાવો લો. પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરશો. આ સાથે જ તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેવાના યોગ છે. ખીરનું દાન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- મહેનતથી કામ કરશો તો સફળતા મળશે. પરંતુ વિરોધીઓથી સાવધાન રહો. આજના દિવસે તેઓ કોઈ મોટી પરેશાની ઊભી કરી શકે છે. જીવનમાં સુખ સુવિધા વધશે. એટલું જ નહીં આજે તમે સામાજિક  કાર્યોમાં પણ ભાગ લઈ શકો છો. મંદિરમાં માલપુઆનો ભોગ લગાવો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે ખર્ચા વધી શકે છે. પરંતુ આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ પણ છે. મુસાફરી દરમિયાન સાવધાની રાખો. આજે કોઈ  દુર્ઘટના ઘટી શકે છે. દરેક પ્રકારે સાવધાની રાખો. જીવનસાથી અને બાળકો સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરો. સૂર્યને લીમડાના પાંદડાના જળથી અર્ધ્ય આપો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે સમય અનુકૂળ છે. જૂના રોગ કે દેવાથી આજે મુક્તિ મળી શકે છે. ન નફો ન નુકસાન એવો દિવસ રહેશે. કારોબાર અને નોકરીમાં સુધાર થશે. આજે નવી મિત્રતા માટે મિત્રોને પ્રપોઝ કરવા માટે સારો  દિવસ છે. ગૌસેવા કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે જીવનમાં ફેરફાર આવશે. પરિસ્થિતિમાં સુધારના યોગ બની રહ્યા છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન રાખો. માનસિક તણાવ વધી શકે છે. ઓફિસ અને ઘરમાં બેલેન્સ જાળવી રાખવાની જરૂર છે. બંનેને મિક્સ ન કરો. સૂર્યને મંદાર ના પાંદડાના જળથી અર્ધ્ય આપો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- તમારી યોગ્યતાથી મુશ્કેલીઓ ઉકેલશો. પરિસ્થિતિઓમાં સુધાર આવશે. જીવનમાં ઉન્નતિના નવા દ્વાર ખુલશે. બપોર બાદ પરેશાનીઓ વધશે. માનસિક તણાવ પરેશાન કરી શકે છે. નકારાત્મક વિચારોથી તમારી બુદ્ધિ ભ્રમિત થશે. હળદરનો તિલક કરો. 

10/12

મકર

મકર

મકર- પરિવારમાં બધા તમારાથી ખુશ રહેશે. કારણ કે આજે તમે તેમને સમય આપશો અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. આજે મોટા લોકો સાથે મુલાકાત થશે. કોઈ રાજનેતા તમારા કામ આવી શકે છે. જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે તમારા દરેક કામમાં વિધ્ન આવશે. મંગળ અશુભ હોવાના કારણે આજે તમારી હિંમત વારંવાર જવાબ આપી શકે છે. પરંતુ તમારા પ્રયત્નો ચાલુ રાખો. સફળતા ત્યારે જ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે તેમનું ખાસ ધ્યાન રાખો. તેઓ શારીરિક થાક મહેસૂસ કરશે. 

12/12

મીન

મીન

મીન- આજે વ્યર્થના દેખાડામાં ન પડો. તમારી ચીજોનું ખાસ ધ્યાન રાખો અને વાહનને યોગ્ય જગ્યાએ પાર્ક કરો. મિત્રો અને પરિવારના લોકોનો સહયોગ મળશે. એટલું જ નહીં આજના દિવસે તમારા પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.