ગુજરાતમાં પ્રથમવાર મહિલા કાર રેલીનું આયોજન, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પણ દેખાડ્યા અજીબોગરીબ કરતબ
નિલેશ જોશી/દમણ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ અને આસપાસના વિસ્તારની પ્રતિષ્ઠિત મહિલાઓએ ભાગ લીધો હતો, કાર રેલીમાં દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર પણ જોડાઈ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
અનાયા મહિલા ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર રેલી નો હેતુ બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની સાથે દમણના દરિયાની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા અને સાથે સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુ સાથે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનાયા વુમેન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી. વિશેષ કરીને દમણ કોસ્ટ ગાર્ડની મહિલા જવાનો પણ આ કાર રેલીમાં જોડાઈ હતી. કાર રેલીમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જોડાઈ અને કરતબ બતાવ્યા હતા. અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.
Trending Photos