close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

gujarat

Gujarat બન્યું નંબર વન: આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા

રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મહત્વની માહિતી જાહેર કરાઈ છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો જંગી ફાળો છે. નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત 21% જેટલો માતબર હિસ્સો ધરાવે છે. વર્ષ 2018-19માં દુનિયાના કુલ 217 દેશોમાં 4.71 લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. 

Nov 21, 2019, 05:29 PM IST
Super Fast Top 100 News 21 November 2019 PT22M1S

સુપર ફાસ્ટ 100: મૃતકના પરિવારને મેયર ફંડમાંથી કરાશે આર્થિક સહાય

સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ ઘટનામાં મૃતકના પરિવારને મેયર ફંડમાંથી આર્થિક સહાય કરાશે.

Nov 21, 2019, 05:00 PM IST
16 Check post closed In Gujarat PT5M20S

રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ બંધ

ગુજરાતમાં RTO ચેકપોસ્ટ રાજની નાબૂદ થઈ ગઈ છે. રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ બંધ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વગોવાયેલી 16 ચેકપોસ્ટ બંધ થતાં જ લાખો વાહનચાલકોને હપ્તાખોરીથી મુક્તિ મળશે. આ ચેકપોસ્ટથી રાજ્ય સરકારને 332 કરોડની આવક થતી હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

Nov 21, 2019, 09:35 AM IST
Sagar Suraksha Kavach Abhiyan at Jamnagar PT2M35S

જામનગરમાં હાથ ધરાયું ખાસ સાગર સુરક્ષા કવચ અભિયાન

ગુજરાતમાં હાલાર પણ ખૂબ મોટો દરિયાકાંઠો ધરાવે છે. ભૂતકાળમાં પણ મુંબઈમાં થયેલા આતંકી ઘટનામાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો એવા સમયે પોલીસે પણ હવે દરિયામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે જામનગર સહિત હાલારના દરિયા કાંઠામાં જામનગર મરીન પોલીસ, એસઓજી સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે.

Nov 21, 2019, 09:30 AM IST
census Gujarat in 2020 PT4M10S

ગુજરાત સરકારે શરૂ કરી વસ્તી ગણતરી કરવાની તૈયારી, જુઓ વીડિયો

ગુજરાત સરકારે શરૂ કરી વસ્તી ગણતરી કરવાની તૈયારી, જુઓ વીડિયો

Nov 20, 2019, 09:10 PM IST
Afternoon Super Fast Top 100 News 20 November 2019 PT21M36S

સુપર ફાસ્ટ 100: પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર સારા સંસ્થાનોને ખોખલા કરી વેચવાનું કામ કરી રહી છે.

Nov 20, 2019, 04:05 PM IST
Super Fast Top 100 News 20 November 2019 PT21M5S

સુપર ફાસ્ટ 100: નિત્યાનંદિતાને લઇને ZEE 24 Kalak કર્યો ખુલાસો

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે.

Nov 20, 2019, 01:15 PM IST
16 Checkposts In State Have Been Locked PT3M45S

આજથી રાજ્યની 16 ચેકપોસ્ટને લાગ્યા તાળા

ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી ગુજરાતની 16 જેટલી તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના લેવામાં આવેલા મહત્વના નિર્ણય ની આજથી અમલવારી શરૂ થઇ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ જામનગર ખંભાળીયા હાઇવે પરની rto ચેક પોસ્ટ પણ આજથી નાબૂદ થઈ ગઈ છે. આરટીઓ ચેક પોસ્ટ પર થતા ભ્રષ્ટાચારો પણ હવે બંધ થશે અને કલાકો સુધી હાઇવે પર ભારે વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ દૂર થશે.

Nov 20, 2019, 09:50 AM IST

રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ નાબુદ, સરકારનો આવકાર્ય નિર્ણય લાગુ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની તમામ RTO વિભાગ સંબંધિત ત્રણ મહત્વનાં નિર્ણય લેવાયા હતા. જે પૈકી 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 આરટીઓ ચેકપોસ્ટ નાબુદ થશે અને વાહન માલિકો-ટ્રાન્સપોર્ટરે ટેક્સ ફીનું ચુકવણું ઓનલાઇન કરવી પડશે. જેના પગલે આજ મધરાતથી જ ગુજરાતની તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબુદ થઇ જશે. ચેક પોસ્ટ પર રહેલા તમામ સ્ટાફને ફ્લાઇગ સ્કવોર્ડ બનાવીને ઉપયોગમાં લેવામાં આવશે. 

Nov 20, 2019, 12:05 AM IST
Gujarat All Check Post Close Today PT5M55S

ગુજરાતની તમામ ચેક પોસ્ટ આજ મધરાત્રીથી થશે બંધ, જુઓ વીડિયો

ગુજરાતની તમામ ચેક પોસ્ટ આજ મધરાત્રીથી થશે બંધ, જુઓ વીડિયો

Nov 19, 2019, 11:00 PM IST
Why earthquake shocks are occurring in Gujarat? PT9M26S

ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?, જુઓ વીડિયો

ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?

Nov 19, 2019, 06:30 PM IST
Super Fast Top 100 News 19 November 2019 PT22M46S

સુપર ફાસ્ટ 100: અમદાવાદમાં 16 દિવસમાં ડેન્ગ્યુના 454 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમા દિનપ્રતિદિન ડેન્ગ્યુનો કહેર વધતો જતો હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે છેલ્લા એક મહિનામા જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે છેલ્લા 16 દિવસમા ડેન્ગ્યુના 454 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે.

Nov 19, 2019, 12:45 PM IST
Influence Of Dengue In Gujarat PT15M13S

રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર: જાણો કયા શહેરમાં કેવી છે પરિસ્થિતિ

ગુજરાત યુનિવર્સીટી બૉયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે. 55 જેટલા વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભોગ બન્યા છે. ગુજરાત યુનિ.ના હેલ્થ વિભાગના ચોપડે 55 કેસ નોંધાયા છે.

Nov 19, 2019, 12:20 PM IST
Ahmedabad Crime Branch Has Arrested Three Persons for Smuggling Drugs PT3M23S

કઇ રીતે મુંબઈથી ગુજરાતમાં લવાતું હતું ડ્રગ્સ, જુઓ સમગ્ર અહેવાલ

ઉડતા પંજાબ પછી હવે નશીલા કારોબારનો વ્યાપ વધતા ગુજરાત રાજ્ય હવે"ગળતું ગુજરાત" બની ગયું છે.. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એક જબરજસ્ત મોડસ ઓપરેન્ડી સાથે ચાલતા નશીલા કારોબારના કૌભાંડને બેનકાબ કર્યું છે.. જેમાં પોલીસે ટ્રેપ ગોઠવી 65 લાખથી વધુનો નશીલાં દ્રવ્યોનો મુદ્દામાલ માલ જપ્ત કર્યો છે.. અને ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.

Nov 19, 2019, 10:30 AM IST
Super Fast Top 100 News 18 November 2019 PT20M45S

સુપર ફાસ્ટ 100: ભારતના 48માં CJI બનશે જસ્ટીસ બોબડે

ભારતના 47માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ એસ.એ. બોબડે આજે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રભવનમાં તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે.

Nov 18, 2019, 10:30 AM IST
Super Fast Top 100 News 17 November 2019 PT20M2S

સુપર ફાસ્ટ 100: TAT પરીક્ષા પાસ ઉમેદવાર માટે ખુશીના સમાચાર

TAT પરીક્ષા પાસ ઉમેદવાર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે જુદા જુદા વિષયોના 557 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.

Nov 17, 2019, 12:40 PM IST
Afternoon Super Fast Top 100 News 16 November 2019 PT24M9S

સુપર ફાસ્ટ 100: યોગી સર્વાજ્ઞયપીઠમ આશ્રમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી. યોગી સર્વાજ્ઞયપીઠમ આશ્રમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Nov 16, 2019, 04:10 PM IST
Super Fast Top 100 News 16 November 2019 PT20M39S

સુપર ફાસ્ટ 100: મંગળયાન, ચંદ્રયાન પછી હવે ઇસરોનું ગગનયાન મિશન

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન મંગળયાન, ચંન્દ્રયાન પછી હવે ગગનયાન પર કામ કરી રહ્યું છે. 2022માં ઈસરો ગગનયાન માધ્યમથી એટ્રોનોટને અવકાશમાં મોકલશે.

Nov 16, 2019, 12:10 PM IST
Students without Helmet at Gujarat University PT3M45S

રાજ્યમાં બેધડક તુટે છે નવા ટ્રાફિક નિયમનનો નિયમ, જોઈ લો પુરાવો

રાજ્યમાં બેધડક તુટે છે નવા ટ્રાફિક નિયમનનો નિયમ. રિયાલિટી ચેકમાં ગુજરાત યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ હેલમેટ વગર જોવા મળ્યા હતા.

Nov 15, 2019, 02:15 PM IST
Milk Production Decrease In Gujarat PT3M41S

ગુજરાતમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું હોવાના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ગુજરાતમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મામલે અનેક કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

Nov 15, 2019, 11:15 AM IST