Swapana Shastra: સપનામાં આ 7 વસ્તુઓ જોવી ખૂબ જ શુભ છે, જાણો શું છે તેનો સંકેત

Auspicious Dreams: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સુવા સમયે આવનાર સપના આપણા ભવિષ્યમાં થનારી શુભ અશુભ ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવામાં આજે અમે તમને સુતા સમયે જોવા મળતા સપના વિશે જણાવી રહ્યાં છીએ, જે દેખાવા શુભ માનવામાં આવે છે. જો તમને પણ આવા સપના જોવા મળે છે તો સમજો કે જલદી તમારો ભાગ્યોદય થવાનો છે. 

યુવતી કે મહિલા દેખાવી

1/7
image

જો તમને સપનામાં કોઈ યુવતી કે મહિલા જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમને એશ્વર્યની પ્રાપ્તિ થશે. સાથે તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. 

 

 

સફેદ હાથી જોવા મળવો

2/7
image

જો તમને સપનામાં સફેદ હાથી જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમે ખુબ ભાગ્યશાળી છો. સાથે તમને જલદી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે. 

 

સપનામાં રૂપિયાની લેતી દેતી કરવી

3/7
image

જો તમે સપનામાં ખુદને રૂપિયાની લેતી દેતી કરતા જોઈ રહ્યાં છો તો તેનો મતલબ છે કે લક્ષ્મીજી મહેરબાન થવાના છે અને તમને સંપત્તિ મળવાની છે. 

 

 

કમળનું ફુલ જોવું

4/7
image

જો તમને સપનામાં કમળનું ફુલ જોવા મળે છે તો તેનો મતલબ છે કે માં લક્ષ્મી પ્રસન્ન છે અને તમને ધન લાભ થઈ શકે છે. 

 

 

મંદિર જવું

5/7
image

જો તમે સપનામાં કોઈ ધાર્મિક સ્થળની પૂજા કરો છો તો તેનો મતલબ છે કે તમે નોકરી કે ધંધામાં પ્રગતિ કરવાના છો. 

 

 

સોનાની વીંટી જોવા મળવી

6/7
image

જો તમને સપનામાં સોનું, ચાંદી અને ધન જેવી વસ્તુ જોવા મળે છે તો તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે. આ પ્રકારનું સપનું જોવા પર તમને જલદી જીવનસાથી મળી શકે છે. 

 

 

નદી કે તળાવમાં તરતા જોવા મળવું

7/7
image

જો તમે સપનામાં ખુદને નદી કે તળાવમાં તરતા જુઓ છો તો તેનો મતલબ છે કે તમારા જીવનમાં કોઈ માંગલિક કાર્ય થવાનું છે.

( disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)