માર્કેટમાં આવ્યું 10 લાખનું બાઈક, તસવીરો જોઈ તમે પણ થઈ જશો 'ફિદા'
લક્ઝરી કાર અને બાઇક નિર્માતા કંપની ડુકાટીએ (Ducati) ભારતમાં BS6 Scrambler મોડેલના બે બાઇક Scrambler Nightshift અને Scrambler Desert Sled લોન્ચ કરી છે. આ બાઇકોનો લૂક અને ફીચર્સ એટલા આકર્ષક છે કે તમને ખરીદી કરવાનું મન થાય. ચાલો જાણીએ બાઇકની કિંમત અને સુવિધાઓ વિશે...
સ્પોક વ્હીલ આપશે શાનદાર બેલેન્સ
ડુકાટીએ આ બાઇકોના ફ્રન્ટમાં પિરેલી સ્કોર્પિયન રેલી એસટીઆર 120/70 R19 ટાયર અને રીયરમાં પિરેલી સ્કોર્પિયન રેલી એસટીઆર 170/60 R17 ટાયર આપ્યા છે, જે ઓફ રોડ અને લાંબા અંતરમાં શાનદાર બેલેન્સ બનાવે છે.
પાવરફુલ એન્જિનથી સજ્જ
એન્જિન વિશે વાત કરવામાં આવે તો ડુકાટીએ આ બાઇકોમાં 803 CC L-twin two-valve એન્જિન આપ્યું છે, જે 8,250 rpm પર 73 HP નો પાવર આપે છે. 5,750 rpm પર મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક રાઈડિંગમાં જબરદસ્ત પાવરનો અનુભવ કરાવે છે.
6 સ્પીડ ગિયરબોક્સ જેવું ફીચર
ડુકાટીએ બંને બાઇકને (Scrambler Nightshift અને Scrambler Desert Sled) 6-સ્પીડ ગીઅરબોક્સથી સજ્જ કરી છે. તેમાં મલ્ટિ પ્લેટ ક્લચનો સપોર્ટ પણ છે જે હાઇડ્રોલિક કંટ્રોલ સાથે ચાલે છે.
LED લાઇટ અને ફ્લેટ સીટ છે ખાસ
તે જ સમયે, લાઇટિંગની વાત કરીએ તો, બંને બાઇકોમાં આગળ અને પાછળના ભાગમાં LED લાઇટ છે, જે મોડી રાતની સવારીનો એક અલગ અનુભવ આપશે. આ ઉપરાંત, સ્ક્રેબલર નાઇટશિફ્ટમાં એક કેફે રેસર સ્ટાઇલની ફ્લેટ સીટ આપી છે, જે સવાર અને મુસાફર બંને માટે આરામદાયક છે.
Ducati બાઇકની કિંમત
ડુકાટીએ Scrambler Nightshift ની એક્સ શોરૂમ કિંમત 9,80,000 રૂપિયા રાખી છે. જ્યારે Desert Sled ની કિંમત 10,89,000 નક્કી કરવામાં આવી છે. આ કિંમત દિલ્હી સ્થિત શોરૂમમાંથી ખરીદી પ્રમાણે છે. સોમવારથી કંપનીએ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.
કરાવી શકો છો બુકિંગ
ભારતમાં Ducati ની કુલ 9 ડીલરશીપ છે, જ્યાંથી તમે આ બાઇક માટે બુકિંગ કરાવી શકો છો. આ ડીલરશીપ દિલ્હી-NCR, મુંબઇ, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલોર, કોચી, કોલકાતા અને ચેન્નાઇમાં છે.
Trending Photos