ચૂંટણીના ગરમાવા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યાં આ મતદાન બૂથ, લોકશાહી વચ્ચે અપાયો પર્યાવરણ બચાવોનો સંદેશ

Gujarat Election 2022 ઊમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર વિભાગ દ્વારા અનેક પ્રકારની નવી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં મતદારો વધુ મતદાન કરે તે માટે મતદાનના દિવસે અનોખા બુથ બનાવવામાં આવ્યા છે. ત્યારે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગ્રીન બુથ. વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પરના કુલ 1395 મતદાન મથકોમાંથી 51 મતદાન મથકોનો વિશિષ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ ઇકોફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક તૈયાર કરવામાં આવશે. અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઇ. તેમજ પાન અને લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બુથમાં મતદારોને આકર્ષણરૂપ ફુવારો તૈયાર કરાયો છે. આમ લોકશાહીના પર્વમાં પર્યાવરણનું પણ જતન થઈ રહે તેવા સંદેશ સાથે જિલ્લામાં આજે આ લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યું છે
 

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image