Bollywood ના આ કલાકારો અભિનય છોડી બન્યા ખેડૂત, પ્રિતી માંડીને જુહીનું છે નામ
નવી દિલ્હી: પ્રધાનમંત્રીએ ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચી દેવાની જાહેરાત કરી છે. કૃષિ કાયદો પરત ખેંચવા પર બોલિવુડના સિતારાઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. અહીં વાત કયા ફિલ્મી સિતારાઓએ સરકારના નિર્ણયને આવકાર્યો કે કોને નારાજગી દર્શાવી તેની નહીં પરંતુ અહીં વાત એવા કલાકારોની જેમને અભિનયને છોડી ખેતીમાં હાથ અજમાવ્યો. વેટરન એકટર ધર્મેન્દ્ર, જુહી ચાવલા, પ્રીતિ ઝીન્ટાથી લઈને લકી અલી જેવા દિગ્ગજ સિતારાઓ ખેતરમાં અનાજ અને શાકભાજી ઉગાડતા જોવા મળ્યા છે. ચાલો જાણીએ બોલિવુડના કલાકારો જેઓ ખેતી કરી રહ્યા છે.
જૂહી ચાવલા
અભિનેત્રી જૂહી ચાવલા પણ ફિલ્મોની ઝાકમઝોળ છોડીને ઘણા વર્ષોથી ખેતી કરી રહી છે. જૂહી ચાવલા મહારાષ્ટ્રમાં વાડામાં આવેલા ફાર્મહાઉસમાં પ્રાકૃતિક ખેતી કરી રહી છે.આટલું જ નહીં પરંતુ પોતાની જમીન એવા ખેડૂતોને ખેતી માટે આપી જેમની પાસે પોતાની જમીન નથી.
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર ઘણીવાર સોશિયલ મીડિયા પર ખેતી કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા જોવા મળે છે. તેઓ ખેતરમાં શાકભાજી ઉગાડતા અને ફળોના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ધર્મેન્દ્રને કેટલાક વર્ષોથી લોનાવલા સ્થિત તેમના ફાર્મહાઉસમાં જોવા મળતા હોય છે. તેમણે ફાર્મહાઉસમાં ઘણા પ્રાણીઓનો પણ ઉછેર કર્યો છે, અને તેઓ તેમની સંભાળ પણ રાખે છે.
પ્રીતિ ઝીન્ટા
પ્રીતિ ઝીન્ટા બે વર્ષ પહેલા જ આધિકારીક રીતે ખેડૂત બન્યા છે. પ્રીતિ તેની સફરજનની ખેતીના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પ્રીતિ ઝીન્ટાએ સોશિયલ મીડિયામા તસ્વીર શેર કરતા લખ્યું કે- બે વર્ષ પહેલા હું ઓફિશિયલ ફાર્મર બની છું, હું હિમાચલ બેલ્ટમાં એપલ ફા્ર્મિંગ કમ્યુનિટીનો હિસ્સો બનીને ખુશ છું.
લકી અલી
લકી અલીના ગીતોને ભલે કોણ ભૂલાવી શકે છે, તે આજે પણ ગોવામાં ગીત ગાતા નજર આવી શકે છે. ગીત ગાવાની સાથે લકી અલી ખેતીનો શોખ ધરાવે છે. લકી અલી અવારનવાર ઓર્ગેનિક ખેતી કરતા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.
રાખી
વેટરન એકટર રાખી બોલિવુડની અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. મુખ્ય અભિનેત્રીથી લઈને માના અભિનય થકી રાખીએ વર્ષો સુધી દર્શકોના દિલ જીત્યા છે. રાખી પનવેલ ફાર્મહાઉસમાં રહે છે અને તેઓ સંપૂર્ણ રીતે ખેતી સાથે જોડાઈ ગયા છે. ખેતીમાં શાકભાજી ઉગાડવાની સાથે પશુપાલન સહિતની કામગીરી રાખી પોતે કરે છે.
Trending Photos