Famous Tea Of India: ભારતમાં ખુબ પ્રખ્યાત છે આ 8 ચા, તમે કેટલી પીધી છે? જુઓ લિસ્ટ

Famous Tea Of India: સામાન્ય રીતે આપણે ત્યાં કાળી, દૂધવાળી અને ગ્રીન ટી સૌથી વધુ પીવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભારતમાં બનનારી કેટલીક ફેસમ ચા વિશે જણાવી રહ્યાં છીએ. વાંચો અને જણાવો તમે તેમાંથી કેટલી ચા પીધી છે. 

1/9
image

Chai Diffrent State In India: ભારતના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની પા પીવાનું ચલણ છે. તેમાંથી કેટલીક તો તમે પીધી હશે, પરંતુ કેટલીક ટ્રાય કરવાની બાકી રહી ગઈ છે. તો જાણો આ 8 પ્રકારની ચા વિશે અને ક્યારેક આ વિસ્તારમાં જવાનું થાય તો જરૂર ટ્રાય કરવી જોઈએ.

 

 

2/9
image

અસમની રોંગા ચાઃ આ અસમના ચાના બગીચામાં ઉગતી ખાસ ચા હોય છે. તે હલ્કા ભૂરા અને લાલ કલરની હોય છે. તેને લીલા પાંદડાથી બનાવવામાં આવે છે. 

 

 

3/9
image

બંગાળની લેબૂ ચાઃ આ ચાને દૂધ વગર ઘણા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેને ખાસ રીતે તૈયાર કર્યાં બાદ તેમાં લીંબુ નિચવવામાં આવે છે. 

 

 

4/9
image

હૈદરાબાદની ઈરાની ચાઃ આ 19મી સદીમાં ફારસિયોની સાથે ભારત આવી હતી. તેમાં ખોયા અને લીલી એલચીની સાથે ખાંડ મિક્સ કરવામાં આવે છે. 

 

 

5/9
image

કેરલની સુલેમાની ચાઃ આ માલાબાર વિસ્તારમાં ખુબ પ્રચલિત છે. તેમાં દૂધના સ્થાન પર લવીંગ, એલચી, ખાંડ, ફુદિનો, લીંબુ અને મસાલા નાખવામાં આવે છે. 

 

 

6/9
image

હિમાચલની કાંગડા ચાઃ ઉત્તર ભારતમાં ચાની રાજધાની કાંગડા 19મી સદીથી ગ્રીન અને બ્લેક ટી ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ હળવો તીખો હોય છે. 

 

 

7/9
image

બંગાળની દાર્જલિંગી ચાઃ દાર્જલિંગની ચા દેશમાં સૌથી ઊંચા સ્થાને ઉગનારી ચા છે. તેને દેશમાં ચાનું સેમ્પેન પણ કહેવામાં આવે છે. 

 

 

8/9
image

તમિલનાડુની નિલગિરી ચાઃ તેને નિલગિરીના પહાડોમાં ઉગાડવામાં આવે છે. તેમાં ફ્રૂટની સાથે મસાલાનો પણ સારો સ્વાદ આવે છે. 

 

 

9/9
image

કાશ્મીરની નૂન ચાઃ કાશ્મીરી ચા અન્ય રાજ્યોની ચા કરતા અલગ હોય છે. આ કાશ્મીરી ઘરોમાં સવારે અને રાતના સમયે પીવામાં આવે છે.